શોધખોળ કરો

Period Rashesથી બચવા માટે આ  છે સરળ ઉપાયો, મુશ્કેલી બની જશે સરળ

How to Cure Period Rashes at Home: પીરિયડ્સ દરમિયાન મોટાભાગની સ્ત્રીઓને રેસિસની સમસ્યા થાય છે. સેનિટરી નેપકીનના ઉપયોગના લીધે આ સમસ્યા ઊભી થાય છે.

Tips to cure Period Rashes:  પીરિયડ્સ દરમિયાન મહિલાઓ અનેક સમસ્યાનો સામનો કરે છે. જેમ કે પેટ અથવા કમરમાં દુખાવો, સોજો અને મૂડ સ્વિંગ જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યારે પીરિયડ્સની સાથે મહિલાને રેસિસ થવા લાગે છે ત્યારે સમસ્યા વધુ વધી જાય છે. જેના કારણે તેમને ચાલવામાં અને બેસવામાં પણ તકલીફ થવા લાગે છે. પીરિયડ્સ રેસિસની સમસ્યા મોટાભાગે સેનિટરી નેપકિનના ઉપયોગ, વધુ પડતા ભેજ અને ત્વચા પર નેપકિન ઘસવાથી ઊભી થાય છે. જો તમને પણ પીરિયડ્સ દરમિયાન રેસિસની સમસ્યા હોય તો આ સરળ ઉપાયો અપનાવો.

પીરિયડ્સ રેસિસથી બચવાના ઉપાયો

પેડ્સ બદલતા રહો

એક જ પેડને લાંબા સમય સુધી ન રાખો. આવું કરવાથી માત્ર રેસિસ જ નથી થતી પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખતરો બની શકે છે. આવી સ્થિતિમાં રેસિસથી બચવા માટે, પેડને વારંવાર બદલવાની આદત રાખો

નિયમિત સફાઈ કરો

પીરિયડ્સ દરમિયાન રેસિસ થવાનું સૌથી મોટું કારણ સાફસફાઇનો અભાવ છે. આ સમયે મહિલાઓએ ન્હાતી વખતે અથવા દરેક વખતે પેશાબ કરતી વખતે પોતાના અંગત ભાગોને પાણીથી ધોવા જોઈએ, જેથી કોઈ બેક્ટેરિયા ન વધે.

સસ્તા નેપકિન્સનો ઉપયોગ કરશો નહીં

ઘણી વખત મહિલાઓ પૈસા બચાવવા માટે સસ્તા સેનિટરી પેડનો ઉપયોગ કરે છે. સસ્તા અને ખરાબ બ્રાન્ડના પેડનો ઉપયોગ કરવાથી ત્વચા પર રેસિસ થવાનું જોખમ વધી જાય છે. સેનિટરી નેપકિન્સ લેતી વખતે ગુણવત્તા પર ધ્યાન આપો.

યોગ્ય અન્ડરવેર પહેરો

પીરિયડ્સ દરમિયાન યોગ્ય અન્ડરવેરનો ઉપયોગ કરવો જોઈએ. ઉનાળામાં કોટન અંડરવેરનો ઉપયોગ કરો. તેનાથી વધારે પરસેવો થતો નથી. સિન્થેટિક અને ચુસ્ત અન્ડરવેર પહેરવાનું ટાળો.

બરફ લગાવો 

ઘણી વખત પીરિયડ્સના રિસીસમાં બળતરા અને દુખાવાની સમસ્યા હોય છે, આ સ્થિતિમાં આઈસ કોમ્પ્રેસથી રાહત મળે છે. બરફનો ઉપયોગ કરવા માટે, સ્વચ્છ કપડામાં કેટલાક બરફના ટૂંકડા મૂકો અને રેસિસની આસપાસના વિસ્તાર પર લગાવો. કોમ્પ્રેસ લગાવવાથી સોજો, દુખાવો અને બળતરાથી તાત્કાલિક રાહત મળશે.

Ovary Cyst: શું હોય છે ઓવેરિયન સિસ્ટ, પોપ સિંગર જસ્ટિન બીબરની પત્ની આવી ચપેટમાં

Ovary Cyst Symptoms: કયો રોગ કયા વ્યક્તિને ઘેરી લે છે તે જાણી શકાતું નથી. છેલ્લા બે વર્ષમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે. ઘણા સ્ટાર્સ પણ કેન્સર જેવી ગંભીર બીમારીની ચપેટમાં આવી ગયા છે. હવે ફેમસ પોપ સ્ટાર જસ્ટિન બીબરની પત્ની અને સુપર મોડલ હેલી બીબર પણ બિમારીની ઝપેટમાં આવી ગઈ છે.

અંડાશય સિસ્ટ શું છે?

ડોકટરોના મતે સિસ્ટ એક પ્રકારની ગાંઠ છે. સામાન્ય રીતે આ બિન-કેન્સર હોય છે. પરંતુ જો ઓપરેશન કરી તેને વારંવાર છંછેડવામાં આવે તો કેન્સર થઈ શકે છે. આ સિસ્ટ નાની હોય ત્યારે જ તેની સારવાર શરૂ કરી દેવામાં આવે છે નહી તો તે મોટી થવા લાગે છે. ડૉક્ટરોએ જણાવ્યું કે સામાન્ય રીતે આ સિસ્ટથી કઈ નુકસાન થતું નથી. તેના કોઈ લક્ષણો પણ દેખાતા નથી. જો કે કેટલીકવાર તે સારવાર વિના અથવા સામાન્ય સારવારથી ઠીક થઈ જાય છે. ઘણી વખત તેમને ઓપરેશન દ્વારા બહાર કાઢવામાં આવે છે. ગાંઠ નાની સિસ્ટના આકારમાં હોય છે. તે પાણી અથવા ચરબીથી બનેલી હોય છે. કેટલીકવાર તે બંને અંડાશયમાં થાય છે. ક્યારેક સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ બની જાય છે.

કેવા હોય છે લક્ષણો?

અંડાશયના સિસ્ટના લક્ષણો વિશે વાત કરીએ તો વારંવાર પેશાબ થવો, પેલ્વિક વિસ્તારમાં હળવો દુખાવો, શૌચ કરવામાં મુશ્કેલી, પેટ ફૂલવું, ભૂખ ન લાગવી, ચક્કર અને ઉલટી થવી, પેટની આસપાસ સોજો આવવો, સગર્ભા થવામાં મુશ્કેલી થવી. બ્રેસ્ટમાં પેઇન થવું. ડૉક્ટર્સનું કહેવું છે કે સામાન્ય રીતે સિસ્ટ થવાનો કોઈ ભય નથી. પરંતુ એવું નથી કે સિસ્ટ ખતરનાક નથી. જો લાંબા સમય સુધી સારવાર ન કરવામાં આવે તો ક્યારેક તે જીવલેણ બની જાય છે. એટલા માટે જો તમને કોઈ લક્ષણો દેખાય તો તરત જ સારવાર કરાવો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
Embed widget