Glowing Skin: આ નવરાત્રિમાં તમારો ચહેરો ચમકશે, ફક્ત આ 4 સ્ટેપમાં દાડમનું ફેશિયલ કરો
Glowing Skin: આ નવરાત્રિમાં તમારો ચહેરો ચમકશે, ફક્ત આ 4 સ્ટેપમાં દાડમનું ફેશિયલ કરો
Glowing Skin: આ નવરાત્રિમાં તમારો ચહેરો ચમકશે, ફક્ત આ 4 સ્ટેપમાં દાડમનું ફેશિયલ કરો
ફેશિયલ કરવાથી આપણી ત્વચાને ઘણા ફાયદા થાય છે. તેનાથી ચહેરાના પોર્સ, ડ્રાય અને ડેડ સ્કિન દૂર થાય છે. આવી સ્થિતિમાં મહિનામાં ઓછામાં ઓછું એકવાર ફેશિયલ કરાવવું જોઈએ. એકથી વધુ વાર ફેશિયલ કરવું કે નહીં તે માટે ડર્મોટોલોજિસ્ટની સલાહ લેવી જરૂરી છે. જોકે, આ માટે પાર્લરમાં ઘણા પૈસા ખર્ચવા પડે છે, જેના કારણે મોટાભાગની મહિલાઓ અને યુવતીઓ પાર્લરમાં જવાનું ટાળે છે. આવી સ્થિતિમાં આપ ઘરે જ ફેશિયલ કરી શકો છો. આ માટે તમારે મોંઘા ઉત્પાદનો ખરીદવાની પણ જરૂર નથી, કારણ કે તમે દાડમથી ફેશિયલ પણ કરી શકો છો. દાડમ સાથે ફેશિયલ ત્વચાને ઘણા ફાયદા આપે છે. અહીં જાણો દાડમનું ફેશિયલ કેવી રીતે કરવું...
ફર્સ્ટ -1
સૌપ્રથમ ચહેરા પરની ગંદકી સાફ કરો, સારી રીતે ફેશવોસ કરો
આ માટે દાડમનો રસ અને ગુલાબજળનો ઉપયોગ કરો.
હવે અડધા કપ દાડમના રસમાં 10 ટીપા ગુલાબજળ મિક્સ કરો. તેને રૂની મદદથી ચહેરા પર લગાવો. થોડીવાર ઉપરની તરફ મસાજ કરો અને પછી ચહેરો ધોઈ લો.
સ્ટેપ-2
ફેશિયલ પહેલા ત્વચાને સ્ક્રબ કરો.
આ માટે 3 ચમચી દાડમના રસમાં 4 ચમચી ચોખાનો લોટ મિક્સ કરો, લોટ બરછટ હોવો જોઈએ.
આ પેસ્ટને ચહેરા પર લગાવો અને હળવા હાથે ઘસો. વધુ ન રગડશો નહિ સ્કિન છોલાઇ જશે
હવે ફેશ વોસ કરી લો.
સ્ટેપ-3
હવે ત્વચા પર ક્રીમ લગાવો. આ માટે 2 ચમચી મલાઈમાં 1 ચમચી દાડમનો રસ મિક્સ કરો. આ હોમમેડ ક્રીમ ચહેરા પર લગાવો અને થોડીવાર હળવા હાથે મસાજ કરો.
સ્ટેપ-4
હવે છેલ્લે ચહેરા પરનો માસ્ક ત્વચા પર લગાવવો પડશે.
આ માટે 1-1 ચમચી દાડમનો રસ અને કોકો પાવડર મિક્સ કરો. આ પેકને ચહેરા પર લગાવો. જ્યારે પેક સુકાઈ જાય ત્યારે તેને ચહેરા વોશ કરી લો.
Skin care: બીમારીથી દૂર રાખવાની સાથે આ જડીબુટ્ટી વધતી ઉંમરની ત્વચા પર અસર ઓછી કરશે
આયુર્વૈદમાં એવું ઓષધ છે, જે વધતી ઉંમરના લક્ષણોને રોકી શકે. આયુર્વૈદિક ઔષધથી ત્વચાને પુરતુ પોષણ મળે છે. કેટલીક જડીબુટ્ટી વધતી ઉંમરના લક્ષણોને ઓછી કરે છે. એવા 4 ઓષઘ છે.જે વઘતી ઉંમરની અસરને ઓછી કરે છે.
મોરિંગામાં ડિટોક્સિફાઇંગના ગુણ છે, જે એન્ટી એન્જિંગને દૂર કરવામાં બેહદ પ્રભાવિત છે. મોરિંગા ત્વચાના ડાઘ-ધબ્બા દૂર કરવાની સાથે પિંગ્મેટેન્શન સામે લડવામાં પણ મદદરૂપ થાય છે. મોરિંગાનું ફેસપેક પર લગાવી શકો છો. જે ત્વચાને કરચલીથી મુક્ત રાખે છે.
અશ્વગંધા એક સુપર ફૂડ છે. જે ત્વચાની કોશિકાને બનાવવામાં મદદ કરે છે. તેનાથી સ્કિન ફ્રેશ લાગે છે. તે ત્વચાની અંદરનું કોલેજનને વધારે છે. જેનાથી સ્કિન પર પરત મોટી આવે છે અને ગ્લો આવે છે. રાત્રે સૂતા પહેલા દૂધમાં અશ્વગંધા મિક્સ કરીને સુકામેવા સાથે પીવો.
લીમડો પ્રાકૃતિક રીતે કોલેજનને વધારે છે. તેમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટરિયલ ગુણ હોય છે. સ્કિનના સ્વાસ્થ્યને સુધારે છે. કરચલીથી સ્કિનને બચાવે છે. લીમડાના તેલનું સ્કિન પર મસાજ કરવાથી સારૂ રિઝલ્ટ મળે છે.
આંબળા વિટામિન સીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. જે એન્ટીઓક્સિડન્ટ ગુણથી ભરપૂર છે. જે સ્કિનને ફ્રી રેડિકલ્સથી બચાવે છે અને સ્કિનને ગ્લોઇંગ બનાવે છે. આંબળાને કાચા પણ ખાઇ શકો છો અથવા તેનું જ્યુસ પણ ફાયદાકારક છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.