સફેદ વાળને કાળા કરવાનો આ છે કુદરતી નુસખો, અજમાવી જુઓ મળશે ચૌંકાવનારૂ રિઝલ્ટ
મીઠા લીમડાના પાન અને મેથીના દાણાની પેસ્ટ લગાવવાથી વાળ કાળા કરવામાં મદદ મળે છે.જાણો તેને કેવી રીતે તૈયાર કરશો.
Hair colour:મીઠા લીમડાના પાન અને મેથીના દાણાની પેસ્ટ લગાવવાથી વાળ કાળા કરવામાં મદદ મળે છે.જાણો તેને કેવી રીતે તૈયાર કરશો.
આજના યુગમાં દરેક સ્ત્રી અને પુરૂષ ઈચ્છે છે કે તેના વાળ કાળા અને સ્વસ્થ રહે. પરંતુ અફસોસ, આ શક્ય નથી કારણ કે ખરાબ જીવનશૈલી અને ખરાબ ખાવાની આદતો વાળને ઘણી અસર કરે છે. આપણી આસપાસ એવા ઘણા યુવાનો છે જેઓ 25 થી 30 વર્ષમાં વાળ સફેદ થવાથી પરેશાન છે. સફેદ વાળને છુપાવવા માટે લોકો કલર, મહેંદી, ડાઇ અને હેર ટ્રીટમેન્ટનો સહારો લે છે, પરંતુ આ ટ્રીટમેન્ટની અસર ખતમ થતાં જ વાળ તેના જૂના સ્વરૂપમાં આવી જાય છે. જો તમે પણ આવી સમસ્યાથી પરેશાન છો, તો તમે વર્ષો જૂના દાદીના કેટલાક ઉપાયો અપનાવી શકો છો. જૂના જમાનામાં દાદીમા પાસે વાળની દરેક સમસ્યા માટે કોઈને કોઈ ઘરગથ્થુ ઉપાય તૈયાર રાખતા હતા. પરંતુ આજે કેમિકલયુક્ત ઉત્પાદનો ખરીદવાની હરીફાઈ ચાલી રહી છે, આપણે એ જૂની રેસિપી ભૂલી રહ્યા છીએ જેનો ઈતિહાસ જૂનો છે.તો જાણીએ કુદરતી રીતે કેવી રીતે વાળને કાળા કરી શકાય. જેનાથી હેરને નુકસાન પણ ન થાય અને તે કાળા પણ બની જાય
કેવી રીતે બનાવશો હેરપેક
સામગ્રી
- લીમડાના પાન
- મેથી દાણા
- અને પાણી
હેર પેક બનાવવાની રીત
- હેર પેક બનાવવા માટે ચારથી પાંચ મુઠ્ઠી કરી પત્તા તોડીને સાફ કરો.
- હવે રસોડામાં રાખેલા મેથીના દાણા પાનને પીસીને પેસ્ટ બનાવો.
- આ મિશ્રણમાં થોડું પાણી ઉમેરીને ઘાટુ પણ સ્મૂધ હેર પેક તૈયાર કરો.
- આ હેર પેકને સ્ટોર કરવા માટે તેને એરટાઈટ કન્ટેનરમાં રાખો.
- તમે આને 2 થી 3 દિવસ માટે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો
- તમે અઠવાડિયામાં એકવાર અથવા 15 દિવસમાં એકથી બે વાર હેર પેક લગાવી શકો છો.
- આ હેર પેક 30થી 35 મિનિટ હેરમાં રહેવા દો બાદ વાળને સ્વચ્છ પાણીથી ધોઈ લો.
ડુંગળીનો રસ લગાવો
વાળને કાળા કરવા માટે તમે ડુંગળીનો ઉપયોગ પણ કરી શકો છો. ડુંગળી સફેદ વાળને કાળા કરવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે. આ માટે ડુંગળીને સારી રીતે ક્રશ કરીને જ્યુસ તૈયાર કરો. હવે તમારા વાળમાં ડુંગળીનો રસ લગાવો. આ પછી વાળમાં માલિશ કરો. વાળ સુકાઈ જાય એટલે સામાન્ય પાણીથી વાળ ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આ ઉપાય કરો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )