Women Health જાણો શું છે જેન્ટલ બર્થ મેથડ, જેના કારણે સોનમ કપૂરની થઇ નોર્મલ ડિલીવરી
બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરે 20 ઓગસ્ટ 2022ના રોજ પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો. તેમણે તેમના પ્રેગ્નન્સીનો અનુભવ લોકો સાથે શેર કર્યો હતો. સોનમ કપૂરે કહ્યું કે, તેમણે ગર્ભાવસ્થા દરમિયાન જેન્ટલ બર્થ મેથડ અપનાવી હતી. જેના કારણે નોર્મલ ડિલિવરી થઈ હતી. ચાલો શું છે જેન્ટલ મેથડ બર્થ મેથડ

Women Health:બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરે 20 ઓગસ્ટ 2022ના રોજ પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો. તેમણે તેમના પ્રેગ્નન્સીનો અનુભવ લોકો સાથે શેર કર્યો હતો. સોનમ કપૂરે કહ્યું કે, તેમણે ગર્ભાવસ્થા દરમિયાન જેન્ટલ બર્થ મેથડ અપનાવી હતી. જેના કારણે નોર્મલ ડિલિવરી થઈ હતી. ચાલો શું છે જેન્ટલ મેથડ બર્થ મેથડ
બોલિવૂડ દિવા સોનમ કપૂરે 20 ઓગસ્ટે પોતાના પહેલા બાળકનું સ્વાગત કર્યું હતું. તેણીએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર ગર્ભાવસ્થા દરમિયાનની સફર શેર કરી હતી. તેણીએ જણાવ્યું કે કેવી રીતે ડિલીવરી માટે તેમણે પુત્રને જન્મ આપવા માટે 'જેન્ટલ બર્થ મેથડ'નો સહારો લીધો હતો. સોમન કપૂરે પ્રગ્નન્સીનો અનુભવ શેર કરતા કહ્યું કે, તે નેચરલ ડિલિવરી જ ઇચ્છતી હતી. તેણી ઇચ્છતી હતી કે તેનું બાળક ઓછામાં ઓછું તબીબી હસ્તક્ષેપ સાથે કુદરતી રીતે જન્મ લે. આ માટે ડો.ગૌરી મોથાએ તેમને મદદ કરી હતી. ડૉ.ગૌરી મોથાએ જેન્ટલ બર્થ મેથડ નામનું પુસ્તક પણ લખ્યું છે, જેમાં તેમણે બાળજન્મ પહેલાં સમસ્યાઓનો સામનો કેવી રીતે કરવો તે સમજાવ્યું છે. ચાલો જાણીએ કે જેન્ટલ બર્થ મેથડ શું છે.
વાસ્તવમાં, 'જેન્ટલ બર્થ મેથડ' એ ડૉ. ગૌરી મોથે ડિઝાઇન કરેલી ટેકનિક છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ આ ટેકનિક અપનાવીને આરામ, શાંત અને આત્મવિશ્વાસ સાથે બાળકને જન્મ આપી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ટેકનિક બ્રિટનમાં લાંબા સમયથી ચાલી રહી છે. હવે તે ભારત સહિત સમગ્ર વિશ્વમાં પણ ફેલાવા લાગી છે.
જેન્ટલ બર્થ મેથડમાં માતાને 18 મહિના સુધી સુગર ફ્રી ખોરાક આપવામાં આવે છે. આ સાથે અનેક પ્રકારના યોગ કરવામાં આવે છે. તે એક પ્રકારનો વેલનેસ પ્રોગ્રામ છે. જેમાં મન અને શરીરની સકારાત્મકતાનો પણ સમાવેશ થાય છે.
જેન્ટલ બર્થ મેથડ મુજબ શરીરને શાંત અને સકારાત્મક રાખવા માટે યોગ અને ધ્યાન કરવામાં આવે છે.સુગર ફ્રી અને પ્રોપર ડાયટ ડિલિવરીની તારીખથી 4 મહિના સુધી આપવામાં આવે છે. આ સિવાય સગર્ભા સ્ત્રીઓને પોઝિટિવ ડિલિવરીની કલ્પના કરવા માટે કહેવામાં આવે છે. હિપ્નોથેરાપી પણ કરવામાં આવે છે. જેથી તેઓ સરળ અને શાંત ડિલિવરીની કલ્પના કરી શકે. આ સાથે, ગર્ભવતી માતાને અજાત બાળક સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા રહેવાનું શીખવવામાં આવે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
