Mere Husband Ki Biwi Review: સારી ટાઇમપાસ એન્ટરટેઇનર છે અર્જુન કપૂરની આ ફિલ્મ, રકુલ-ભૂમિની શાનદાર એક્ટિંગ
ફિલ્મ ‘મેરે હસબન્ડ કી બીવી’ (Mere Husband Ki Biwi) થિયેટર્સમાં રિલીઝ થઈ ગઈ છે.
મુદસ્સર અઝીઝ
અર્જુન કપૂર, ભૂમિ પેડનેકર , રકુલ પ્રીત સિંહ
થિયેટર
Mere Husband Ki Biwi Review: બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર, ભૂમિ પેડનેકર અને રકુલ પ્રીત સિંહની ફિલ્મ ‘મેરે હસબન્ડ કી બીવી’ (Mere Husband Ki Biwi) થિયેટર્સમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં બે સુંદર એક્ટ્રેસ છે. કેટલીક ફિલ્મો લોજિકને ફ્રિજમાં રાખીને બનાવવામાં આવે છે, આ એવી ફિલ્મ છે. ટ્રેલર ખરાબ હતું પરંતુ ફિલ્મ ઠીક છે. અને ટ્રેલરથી કોઇ સોશિયલ મેસેજ આપવામા આવ્યો નથી.
વાર્તા
અર્જુન ભૂમિથી છૂટાછેડા લે છે. રકુલ તેના જીવનમાં આવે છે પણ પછી શું થાય છે કે ભૂમિ ફરીથી અર્જુનની લાઇફમાં એન્ટ્રી મારે છે. બસ આનાથી વધુ વાર્તા જણાવી દઇશું તો સ્પોઇલર થઇ જશે કારણ કે વાર્તા ફક્ત એક જ લાઇનમાં સમાપ્ત થઇ જાય છે.
ફિલ્મ કેવી છે?
આ એક સારી ટાઈમ પાસ ફિલ્મ છે. ફર્સ્ટ હાફ ઠીક છે પણ સેકન્ડ હાફમાં રકુલ અને ભૂમિ વચ્ચેના લડાઈના દ્રશ્યો રસપ્રદ છે. શરૂઆતમાં તમને લાગે છે કે ફિલ્મ આગળ વધી રહી નથી, મુદ્દા પર આવી રહી નથી અને આ જ આ ફિલ્મની ખામી છે. ફર્સ્ટ હાફ ઘણો લાંબો ખેંચાયો છે તેથી ફર્સ્ટ હાફ પછી થિયેટર છોડશો નહીં. સેકન્ડ હાફમાં કેટલીક જગ્યાએ ફિલ્મ તમને હસાવશે તો કેટલીક જગ્યાએ તો બાલિશ પણ લાગે છે. પણ એકંદરે તમારો સમય પસાર થાય છે. એક વાત સમજી શકાય તેવી નથી કે ફિલ્મોમાં લોકો દિલ તૂટતાની સાથે જ એરપોર્ટ પર કેવી રીતે દોડી જાય છે. કોઈને ફ્લાઇટ અને ટિકિટ આટલી ઝડપથી કેવી રીતે મળી જાય છે અને બાકીના લોકો રેલવે પ્લેટફોર્મ ટિકિટ લઈને એરપોર્ટની અંદર જાય છે, આવી પરાકાષ્ઠા હવે થોડી વધુ પડતી થઈ ગઈ છે. આ ફિલ્મમાં પણ એવું જ બને છે પણ એકંદરે ફિલ્મ સારી બની છે.
એક્ટિંગ
રકુલ પ્રીત સિંહે ખૂબ સારું કામ કર્યું છે. તે ખૂબ જ સુંદર પણ લાગે છે. ભૂમિનું કામ સારું છે, તે ક્યારેક લાઉડ લાગે છે પરંતુ તેનુ પાત્ર જ એવું છે. રકુલ અને ભૂમિના સીન જ આ ફિલ્મની જાન છે અને ફિલ્મને બચાવી લે છે. અર્જુન કપૂરનું કામ સારું છે, તેણે એક્સપ્રેશન આપવામાં ખૂબ મહેનત કરી છે. એક સીનમાં તે રકુલને ઇમોશનલ થઇને કહે છે કે હું કોઈ ટ્રોફી નથી જેના માટે તમે બંને લડી રહ્યા છો. આ દ્રશ્યમાં તે પ્રભાવિત કરે છે. હર્ષ ગુજરાલને સસ્તો વિકી કૌશલ કહેવામાં આવે છે અને છાવા જે રીતે ચાલી રહી છે તે હિસાબે પાલિકા બજારનો વિકી પણ એક શઆનદાર છે અને હર્ષે હસવાનું કામ સારી રીતે કર્યું છે. આદિત્ય સીલ સારો લાગે છે. શક્તિ કપૂર, મુકેશ ઋષિ, અનિતા રાજનું કામ પણ સારું છે.
ડાયરેક્શન
મુદસ્સર અઝીઝનું ડાયરેક્શન સારું છે. ફર્સ્ટ હાફને નાના કરતા અને રકુલ ભૂમિના સીન વધારતા તો વધુ મજા આવી હોત. પરંતુ તેમ છતાં તેઓ ટાઈમ પાસ ફિલ્મ બનાવવામાં સફળ રહ્યા હતા. એકંદરે, જો તમે સમય પસાર કરવા માંગતા હોવ તો તમે આ ફિલ્મ જોઈ શકો છો.
Rating - 3 stars





















