શોધખોળ કરો

ભાવનગરના સિદસરમાં બોર તળાવમાં ઘટી દુર્ઘટના, 4 બાળકીના ડૂબી જવાથી મોત, એકનું સફળ રેસ્ક્યુ

ભાવનગરના સિદસરમાં બોર તળાવમાં એક દુ:ખદ ઘટના બની છે. અહીં એક સાથે 4 બાળકી ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યાં છે.

ભાવનગરના સિદસરમાં એક કરૂણ ઘટના બની છે. અહીં સિદસરના બોર તળાવમાં 4 બાળકીઓ ડૂબી જતાં ચારેયના કમકમાટીભર્યો કરૂણ મોત નિપજ્યાં. જ્યારે એક બાળકીનો આબાદ બચાવ થયો છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે આ બાળકીઓ બોર તળાવવામાં ન્હવા માટે પડી હતી. પરંતું પાંચમાંથી ચારેયના ડૂબી જવાથી મોત થયા છે. જો કે એકની જિંદગી બચાવવામાં સફળતા મળી હતી. ત્રણે બાળકીના મૃતદેહને હોસ્પિટલ ખસેડાયા હતા. બચાવાયેલી બાળકીને પણ સારવારની જરૂર હોવાથી હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે. બાળકીના મોતથી પરિવારમાં માતમ છવાઇ ગયું છે. 

તો બીજી તરફ આણંદના ઉમરેઠની રતનપુરા ચોકડી પાસે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં  બેના મોત,એકને ગંભીર ઇજા પહોંચી છે. ડાકોરથી વલસાડ જતી એસટી બસે બાઈક સવારને  ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. બાઇકમાં ત્રણ લોકો સવાર હતા. જે બસની નીચે આવી જતા બંનેના મોત થયા હતા. જ્યારે એકનો આબાદ બચાવ થયો છે, ત્રણેય બાઇક સવાર ભાલેજથી ઉમરેઠ તરફ આવતા હતા. આ દરમિયાન તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ અકસ્માત બાદ ડ્રાઈવર-કંડકટર બસ મૂકી રફુચક્કર થઇ ગયા હતા. 

તો બીજી તરફ છત્તીસગઢના કવર્ધા જિલ્લામાં 20 મેના રોજ એક ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 19 મજૂરોના મોત થયા હતા. મૃતકોમાં 17 મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. આ અકસ્માત કુકદુર પોલીસ સ્ટેશન વિસ્તારના બાહ પાની ગામમાં થયો હતો. પીકઅપ વાહન મજૂરોને લઈને તેજ ગતિએ પરત ફરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન ડ્રાઇવરે ઢાળ પર વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તે ઘણા ફૂટ નીચે ખાડામાં પલટી ગયો હતો. તે સમયે કારમાં 30 થી 35 લોકો સવાર હતા. 

આ તમામ મજૂરો જંગલમાંથી તેંદુના પાન તોડીને પરત ફરી રહ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, છત્તીસગઢના કવર્ધામાં જે માર્ગ અકસ્માત થયો તે અત્યંત દુઃખદાયક છે. આ અકસ્માતમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. આ સાથે જ હું તમામ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.

અકસ્માત અંગે કલેક્ટર જનમેજય મહોબેએ જણાવ્યું હતું કે પીકઅપ વાહનમાં 30-35 લોકો મુસાફરી કરી રહ્યા હતા. તે બધા અહીં તેંદુના પાન તોડવા આવ્યા હતા. આ ખીણ એકદમ સાંકડી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ટર્ન લેતા જ વાહન પલટી ગયું હતું. તે કેવી રીતે પલટી ગયો તે તપાસમાં જાણવા મળશે. મૃતકોના પરિવારજનોને તાત્કાલિક આર્થિક સહાય આપવામાં આવી છે. હવે વન વિભાગના નિયમ મુજબ આર્થિક સહાય આપવામાં આવશે. મૃતકોના પરિવારજનોને બાકીની આર્થિક સહાય સંપૂર્ણ તપાસ બાદ જ આપવામાં આવશે. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારી સારવાર આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જરૂર પડશે તો તેને રાયપુર પણ મોકલવામાં આવશે. આ અકસ્માત દરમિયાન પીકઅપમાંથી કૂદી ગયેલા લોકોનો જીવ બચી ગયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્લી વિધાનસભાની ચૂંટણીને લઇને કવાયત તેજ, AAPએ ઉમેદવારની ત્રીજી યાદી કરી જાહેર
દિલ્લી વિધાનસભાની ચૂંટણીને લઇને કવાયત તેજ, AAPએ ઉમેદવારની ત્રીજી યાદી કરી જાહેર
'આ હિંદુસ્તાન છે, બહુમતીની ઇચ્છાથી ચાલશે દેશ', અલ્હાબાદ હાઇકોર્ટના જજનું વિવાદિત નિવેદન
'આ હિંદુસ્તાન છે, બહુમતીની ઇચ્છાથી ચાલશે દેશ', અલ્હાબાદ હાઇકોર્ટના જજનું વિવાદિત નિવેદન
Fact Check: જાપાનના જાણીતા ઇશિમા-ઓહાશી બ્રિજની તસવીરને યુપીની બતાવીને કરવામાં આવી રહી છે શેર
Fact Check: જાપાનના જાણીતા ઇશિમા-ઓહાશી બ્રિજની તસવીરને યુપીની બતાવીને કરવામાં આવી રહી છે શેર
Mohammed Shami: બોલિંગ બાદ બેટિંગમાં શમીનો કમાલ, 32 રનની વિસ્ફોટક ઈનિંગ રમી 
Mohammed Shami: બોલિંગ બાદ બેટિંગમાં શમીનો કમાલ, 32 રનની વિસ્ફોટક ઈનિંગ રમી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Accident CCTV : સોમનાથ હાઈવે પર પૂરપાટ જતી કાર ડીવાયડર સાથે ટકરાઈને બીજી કાર સાથે અથડાઇ, 7ના મોતHNGU Liquor Party : હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ, ખેલાડીઓએ સિક્યુરિટી ગાર્ડ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યોMehsana VASECTOMY Controversy : મહેસાણા નસબંધી કાંડમાં તપાસનો રેલો પહોંચ્યો કડી, 17 આરોગ્યકર્મીની સંડોવણી ખુલીSurat News : હજીરામાં અંડર વોટર સર્વિસના ઇન્સ્પેક્શન દરમિયાન 34 વર્ષીય સચિનનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્લી વિધાનસભાની ચૂંટણીને લઇને કવાયત તેજ, AAPએ ઉમેદવારની ત્રીજી યાદી કરી જાહેર
દિલ્લી વિધાનસભાની ચૂંટણીને લઇને કવાયત તેજ, AAPએ ઉમેદવારની ત્રીજી યાદી કરી જાહેર
'આ હિંદુસ્તાન છે, બહુમતીની ઇચ્છાથી ચાલશે દેશ', અલ્હાબાદ હાઇકોર્ટના જજનું વિવાદિત નિવેદન
'આ હિંદુસ્તાન છે, બહુમતીની ઇચ્છાથી ચાલશે દેશ', અલ્હાબાદ હાઇકોર્ટના જજનું વિવાદિત નિવેદન
Fact Check: જાપાનના જાણીતા ઇશિમા-ઓહાશી બ્રિજની તસવીરને યુપીની બતાવીને કરવામાં આવી રહી છે શેર
Fact Check: જાપાનના જાણીતા ઇશિમા-ઓહાશી બ્રિજની તસવીરને યુપીની બતાવીને કરવામાં આવી રહી છે શેર
Mohammed Shami: બોલિંગ બાદ બેટિંગમાં શમીનો કમાલ, 32 રનની વિસ્ફોટક ઈનિંગ રમી 
Mohammed Shami: બોલિંગ બાદ બેટિંગમાં શમીનો કમાલ, 32 રનની વિસ્ફોટક ઈનિંગ રમી 
Syria Crisis: સીરિયામાં તમામ ભારતીય સુરક્ષિત, વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી
Syria Crisis: સીરિયામાં તમામ ભારતીય સુરક્ષિત, વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી
Pushpa 2 એ હિન્દી બેલ્ટમાં ઇતિહાસ રચ્યો, 'પઠાણ'-'જવાન' અને 'એનિમલ'ને ઊંધા માથે પછાડી
Pushpa 2 એ હિન્દી બેલ્ટમાં ઇતિહાસ રચ્યો, 'પઠાણ'-'જવાન' અને 'એનિમલ'ને ઊંધા માથે પછાડી
Accident: સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત,  બંને કાર અથડાતા 7નાં કમકમાટીભર્યાં મૃત્યુ
Accident: સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બંને કાર અથડાતા 7નાં કમકમાટીભર્યાં મૃત્યુ
Syria Civil War: રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા, પુતિને આપી રાજકીય શરણ
Syria Civil War: રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા, પુતિને આપી રાજકીય શરણ
Embed widget