Ahemdabad News: અમદાવાદમાં કન્ટ્રક્શન સાઇટ પર દુર્ઘટના, ભેખડ ધસી પડતાં શ્રમિક દટાયા, ત્રણ લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં કન્સ્ટ્રકશન સાઇટ પર ભેખડ ધસી પડતાં ત્રણ શ્રમિક દટાઇ જતાં હડકંપ મચી ગઇ. ઘટનાની જાણ થતાં તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
![Ahemdabad News: અમદાવાદમાં કન્ટ્રક્શન સાઇટ પર દુર્ઘટના, ભેખડ ધસી પડતાં શ્રમિક દટાયા, ત્રણ લોકોનું કરાયું રેસ્ક્યુ A rockfall at a construction site in Ahmedabad trapped workers Ahemdabad News: અમદાવાદમાં કન્ટ્રક્શન સાઇટ પર દુર્ઘટના, ભેખડ ધસી પડતાં શ્રમિક દટાયા, ત્રણ લોકોનું કરાયું રેસ્ક્યુ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/14/5286c5f4224e258b96e9a1add569ac1a170789601073981_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદના મણિનગરમાં ભેખડ ધસી પડવાની ઘટનામાં ત્રણ લોકો દટાઇ જતાં હડકંપ મચી ગઇ. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ ધરી છે.
અમવાદાના સ્વામિનારાયણ કોલોની ICICI બેન્ક નજીક ભેખડ ધસી પડતા નાસભાગ મચી ગઇ ભેખડ ધસી પડતાં ત્રણ લોકો દટાયા હતા. આ ઘટનામાં એક મહિલા અન બે શ્રમિક પુરૂષ દટાયા હોવાનો અહેવાલ છે. ઘટનાની જાણ થતાં ફાયરની ત્રણ ગાડી ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ હાથ ધર્યું છે. આ ઘટના કન્ટકરશન સાઇટ પર બની હતી. ફાયર સ્ટેશનની બાજુમાં આવેલ સાઇટ ઉપર ઘટના બની છે. ઘટનાની જાણ થતાં ડિવિઝનલ ફાયર ઓફિસર ઘટનાસ્થળે જવા રવાના થયા છે.
લુણાવાડા કોટેજ ચોકડી ઉપર કારમાં અચાનક આગ
તો બીજી તરફ મહીસાગરના લુણાવાડા કોટેજ ચોકડી ઉપર કારમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી ગઇ હતી જો કે કારમાં આગ લાગતા કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ થયો છે. કારમાં ક્યાં કારણોસર આગ લાગી તેની કોઇ સ્પષ્ટતા થઇ નથી. આગ લાગતા જોત જોતાંમાં કાર બળીને ખાખ થઇ ગઇ હતી. હાલોલ શામળાજી હાઇવે ઉપર મુખ્ય માર્ગ ઉપર જ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. લુણાવાડા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આગ એકલી ભીષણ હતી કે, દૂર દુર સુધી ધૂમાડો છવાઇ ગયો હતો.
જસદણ માર્કેટિંગ યાર્ડમાં ભીષણ આગ
તો આજે રાજકોટ જિલ્લાના જસદણ માર્કેટિંગ યાર્ડમાં પણ ભીષણ આગની ઘટના બની,અહીં કપાસના ઢગલામાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. દુર્ધટનાના પગલે ખેડૂતો અને વેપારીઓમાં નાશભાગ મચી ગઇ છે. દુર્ઘટનાના પગલે ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ પર પહોંચ્યી હતી. કપાસ સહિતની જણસની હરાજી ચાલુ હતી ત્યારે જ આગ લાગતા વેપારીઓ મજૂરો અને ખેડૂતોમાં નાશ ભાગ મચી ગઈ હતી અને યાર્ડના શેડમાં ધુમાડા ના ગોટે ગોટા જોવા મળ્યા હતાં...
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)