Geetika suicide case:ગીતિકા સુસાઇડ કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરાતા, પરિવાર વ્યથિત, સુસાઇડ નોટમાં લખી હતી આ વાત
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે એર હોસ્ટેસ ગીતિકા શર્માની આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં સિરસાના ધારાસભ્ય અને હરિયાણા લોકહિત પાર્ટીના નેતા ગોપાલ કાંડાને નિર્દોષ જાહેર કરતા પરિવારે તીખા પ્રત્યાઘાત આપ્યા છે
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે એર હોસ્ટેસ ગીતિકા શર્માની આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં સિરસાના ધારાસભ્ય અને હરિયાણા લોકહિત પાર્ટીના નેતા ગોપાલ કાંડાને નિર્દોષ જાહેર કરતા પરિવારે તીખા પ્રત્યાઘાત આપ્યા છે. ઉલ્લેખનિય છે કે, ગીતિકા શર્માએ 5 ઓગસ્ટ 2012ના રોજ પશ્ચિમ વિહાર સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી.
પરિવારે શું કહ્યું
મારા મૃત્યુ માટે બે લોકો જવાબદાર છે - અરુણા ચઢ્ઢા અને ગોપાલ ગોયલ કાંડા. બંનેએ મારો વિશ્વાસ તોડ્યો અને પોતાના ફાયદા માટે મારો દુરુપયોગ કર્યો છે. આ વાક્યો ગીતિકાની સુસાઈડ નોટના છે, જેણે માત્ર 23 વર્ષની ઉંમરે મોતને ભેટી હતી. આવા સ્પષ્ટ આરોપો છતાં, કોર્ટે કાંડા અને ચઢ્ઢાને નિર્દોષ ગણાવ્યા. આવું કેમ થયું? કાયદાની નજરમાં ફરિયાદ પક્ષનો કેસ કેમ એટલો નબળો પડી ગયો કે આ બંને આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા.
એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર મનીષ રાવતના જણાવ્યા અનુસાર, એવા કેટલાક પરિબળો છે જેણે પ્રોસિક્યુશન કેસને ગંભીર રીતે નુકસાન પહોંચાડ્યું હતું. ઉદાહરણ તરીકે, શિરીષ મારુતિ થોરાટનું નિવેદન, જેઓ તે સમયે અમીરાત એરલાઈન્સમાં નોકરી કરતા હતા. MDLR છોડ્યા બાદ ગીતિકા દુબઈમાં જે એરલાઈન્સમાં જોડાઈ હતી. ઘટનાઓ 2010ની છે. થોરાટે ગીતિકા સામે નોકરી માટે નકલી એનઓસી આપવા અંગેના આરોપોની તપાસ કરી હતી. થોરાટે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે મૃતકે નકલી NOC આપવાનું કબૂલ્યું હતું અને કહ્યું હતું કે તેનો અગાઉનો એમ્પ્લોયર (MDLR) NOC આપતો ન હતો. બચાવ પક્ષે થોરાટના આ નિવેદનને પોતાની તરફેણમાં રાખ્યું હતું. દાવો કર્યો હતો કે આનાથી સ્પષ્ટ થાય છે કે ગીતિકાએ અમીરાત એરલાઈન્સમાંથી રાજીનામું આપ્યું છે, તે પણ તેમના વર્તનના કારણે આપ્યું હતું.
કોર્ટે ચુકાદામાં કહ્યું કે ગીતિકાએ 3 ઓગસ્ટની રાત એરપોર્ટ પર વિતાવી હતી. કોર્ટને ગીતિકાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ હકીકતને સમર્થન મળ્યું કે ગીતિકાએ મૃત્યુ પહેલા શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે પરિવારે આ ચુકાદાથી અસંતોષ વ્યક્ત કર્યાં છે.
આ પણ વાંચો
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 136 તાલુકામાં વરસાદ, સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં ખાબક્યો
આવતીકાલે પીએમ મોદી રાજકોટમાં, જાણો પ્રધાનમંત્રી નો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ