શોધખોળ કરો

Ahmedabad Rath Yatra 2022 : રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા થઈ સંપન્ન, અમદાવાદમાં ભગવાનના રથ નીજ મંદીર પહોંચતા ઉતારાઈ આરતી

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન થયા હતા.

LIVE

Key Events
Ahmedabad Rath Yatra 2022 : રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા થઈ સંપન્ન, અમદાવાદમાં ભગવાનના રથ નીજ મંદીર પહોંચતા ઉતારાઈ આરતી

Background

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન થયા હતા. ભગવાન જગન્નાથની 145મી રથયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ પહિંદ વિધિ કરશે. મુખ્યમંત્રી  રથની સોનાની સાવરણીથી સાંકેતિક રીતે સાફ સફાઇ કરશે.  

20:04 PM (IST)  •  01 Jul 2022

ભગવાનના રથ નીજ મંદીરે પહોંચ્યા

ભગવાનના રથ નીજ મંદીરે પહોંચ્યા છે.  મોટી સંખ્યામાં ભક્તો મંદીરે ઉમટ્યા છે.  મહંત દિલીપદાસ મંદિરે પહોંચ્યા છે. 

18:30 PM (IST)  •  01 Jul 2022

રથયાત્રામાં કોમી એકતાના દર્શન

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં કોમી એકતાના દર્શન થયા છે. રંગીલા ચોકી ખાતે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મહંત દિલીપદાસજીનું સ્વાગત કર્યું. હિંદુ-મુસ્લિમ આગેવાનોએ કબૂતર ઉડાડ્યા હતા.

17:24 PM (IST)  •  01 Jul 2022

ભગવાનના રથ શાહપુરથી નિકળી દરિયાપુર જવા રવાના

હાલમાં ભગવાનના રથ શાહપુરથી નિકળી દરિયાપુર પહોંચ્યા છે. આ દરમિયાન ભક્તોની ભારે બીડ જોવા મળી રહી છે. બે વર્ષ બાદ ભગવાનની રથયાત્રામાં આટલી ભીડ જોવા મળી છે. જગતના નાથ નગર ચર્યાએ નિકળતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો ભગવાનના દર્શન કરવા અમદાવાદ આવી પહોંચ્યા છે.

16:36 PM (IST)  •  01 Jul 2022

ભગવાનના રથ કાલુપુરથી આગળ નિકળ્યા

ભગવાનના રથ કાલુપુરથી આગળ નિકળ્યા છે.   ભગવાનના દર્શન કરી ભક્તો થયા ભાવ વિભોર. ભગવાન જગન્નાથની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું.  ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પસાર થઈ રહી છે રથયાત્રા.

12:03 PM (IST)  •  01 Jul 2022

ભક્તોની ભારે ભીડ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં 2 કિલોમીટર લાંબી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. રથયાત્રા ખાડિયા પહોંચી હતી.

11:16 AM (IST)  •  01 Jul 2022

ખેડાના ડાકોરમાં નીકળી રથયાત્રા

ખેડા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડજીની 250મી રથયાત્રા નીકળી હતી.  ભગવાન રણછોડરાયનું બાળ સ્વરૂપ ગોપાલ લાલજી મહારાજ રથમાં બિરાજી નગર ચર્યાએ નીકળ્યા હતા. હજારો ભક્તો ભગવાન ગોપાલ લાલજીના દર્શન કરવા માટે ઉમટ્યા હતા. ભગવાન ગોપાલ લાલજી મહારાજ ગોમતીની પરિક્રમા કરી સાંજે સાત થી આઠ ના ગાળામાં નિજ મંદિરમાં આવશે. તમામ રથયાત્રાના રૂટ પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.

09:57 AM (IST)  •  01 Jul 2022

ભાવનગરમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ

ભાવનગરમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રાની શરૂઆત થઇ હતી. ભાવનગરના મહારાજા વિજયસિંહજી ગોહિલે પહિંદ વિધિ કરી હતી. રથયાત્રા પ્રસ્થાન વિધિમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી તેમજ સાધુ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. 17.5 કિમીના રુટ પર શહેરમાં રથયાત્રા ફરશે. 4000 કરતા વધુ પોલીસ, હોમગાર્ડ, એસ.આર.પી અને બીએસએફ ના જવાનો બંદોબસ્ત માં જોડાયા

08:38 AM (IST)  •  01 Jul 2022

અમદાવાદની રથયાત્રામાં કોરોનાકાળને પ્રદર્શિત કરતી ઝાંખી

અમદાવાદની રથયાત્રામાં કોરોનાકાળની પ્રદર્શિત કરતી ઝાંખી જોવા મળી  હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વેશભૂષા અને હોસ્પિટલ સાથેની ઝાંખી જોવા મળી હતી. હોસ્પિટલના બેડ, ઑક્સિજન, દર્દી અને ડોકટરની કામગીરી પ્રદર્શિત કરતી ઝાંખી બતાવવામાં આવી છે. વડાપ્રધાને કોરોનાકાળ દરમિયાન કરેલા નેતૃત્વને દર્શાવતી ઝાંખી પણ જોવા મળી હતી.

08:31 AM (IST)  •  01 Jul 2022

પુરીમાં પણ રથયાત્રાને લઇને લોકોમાં ઉત્સાહ

ઓડિશાના પવિત્ર શહેર પુરીમાં ભગવાન જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બે વર્ષ બાદ આયોજીત થઇ રહેલી રથયાત્રાને લઇને લોકોમાં અનેરો ઉત્સાહ છે. લોકોની ભારે ભીડના કારણે ઓડિશા શહેર પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.

08:25 AM (IST)  •  01 Jul 2022

રથયાત્રાની ઝાંખીમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છવાયા

રથયાત્રાની ઝાંખીમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છવાયા હતા. રાજપૂત યુવા સંગઠનની ઝાંખીમાં યોગીના ફોટા જોવા મળ્યા હતા. હિન્દુ યુવા વાહિની ગુજરાત પ્રદેશની ઝાંખીમા યોગીના બેનર જોવા મળ્યા

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024: ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો
Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો
Gujarat Agriculture News:  ખેતી કાર્યો દરમિયાન રાજ્યના ખેડૂતોએ હીટવેવ  સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી, એડવાઇઝરી થઈ જાહેર
ખેતી કાર્યો દરમિયાન રાજ્યના ખેડૂતોએ હીટવેવ સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી, એડવાઇઝરી થઈ જાહેર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Tapi News । જૂની અદાવતમાં તાપીમાં યુવકની કરાઈ હત્યાJunagadh News । મધુરમમાં શંકાસ્પદ હાલતમાં બાથરૂમમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, જુઓ શું છે સમગ્ર મામલોRajkot News । હમીર રાઠોડને ઢોર માર મારતા મોતના કેસમાં કાર્યવાહીBharuch News । ચૂંટણી પ્રચાર દરમ્યાન થઇ મારામારી, જુઓ શું છે સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024: ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો
Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો
Gujarat Agriculture News:  ખેતી કાર્યો દરમિયાન રાજ્યના ખેડૂતોએ હીટવેવ  સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી, એડવાઇઝરી થઈ જાહેર
ખેતી કાર્યો દરમિયાન રાજ્યના ખેડૂતોએ હીટવેવ સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી, એડવાઇઝરી થઈ જાહેર
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે સીરીઝ? PCB ચીફે કહી આ વાત, પરંતુ સાથે રાખી આ શરત
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે સીરીઝ? PCB ચીફે કહી આ વાત, પરંતુ સાથે રાખી આ શરત
PTI Fact Check: એક્સિસ માય ઇન્ડિયાના નામ પર શેર થઇ રહ્યો છે સર્વે, જાણો વાયરલ આંકડાઓની હકીકત
PTI Fact Check: એક્સિસ માય ઇન્ડિયાના નામ પર શેર થઇ રહ્યો છે સર્વે, જાણો વાયરલ આંકડાઓની હકીકત
રસ્તા પર કોઈ ગાડી ઠોકી દે તો તરત કરો આ કામ, નહીં થાય બબાલ
રસ્તા પર કોઈ ગાડી ઠોકી દે તો તરત કરો આ કામ, નહીં થાય બબાલ
World Book Day 2024: પુસ્તકો સાથે બાળકોની કરાવવી છે મિત્રતા, તો અપનાવો આ શાનદાર ટ્રિક્સ
World Book Day 2024: પુસ્તકો સાથે બાળકોની કરાવવી છે મિત્રતા, તો અપનાવો આ શાનદાર ટ્રિક્સ
Embed widget