શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં ભાજપના નેતાની હોટલમાંથી જુગાર રમતા 18 નબીરાઓ ઝડપાયા, જાણો વિગત
અમદાવાદના સોલા પોલીસને બાતમી મળી હતી કે ગોકુલ હોટલમાં કેટલાંક લોકો જુગાર રમી રહ્યા છે. આ બાતમીને આધારે પોલીસ અચાનક જ હોટલમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે તમામ જુગારીઓની ધરપકડ કરી હતી.
અમદાવાદઃ ભાજપના અગ્રણી નેતા ભવાન ભરવાડની અમદાવાદના ગોતામાં આવેલી ગોકુલ હોટલમાં સોલા પોલીસે દરોડા પાડ્યા હતા જેમાં 18 જુગારીઓની ધરપકડ કરી છે. ભાજપના નેતાની હોટલમાં દરોડા પડતાં જ રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.
અમદાવાદના સોલા પોલીસને બાતમી મળી હતી કે ગોકુલ હોટલમાં કેટલાંક લોકો જુગાર રમી રહ્યા છે. આ બાતમીને આધારે પોલીસ અચાનક જ હોટલમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે તમામ જુગારીઓની ધરપકડ કરી હતી.
પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, જુગાર માટે ખાસ સિસ્ટમ ગોઠવવામાં આવી હતી. ટોકન આપીને પ્રોફેશનલી જુગાર રમાડવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. ભવાન ભરવાડ સમાજના આગેવાન અને ભાજપના મોટા નેતા છે. તેમની હોટલ પર દરોડા પડતા રાજકારણમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.
મહત્વની વાત છે કે, પોલીસે દરોડા પાડીને ગોકુલ હોટલમાં 18 જુગારીઓ ધરપકડ કરી છે. આ ઉપરાંત ગોકુલ હોટલના સંચાલન ભવાન ભરવાડના પુત્રની પણ અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement