શોધખોળ કરો
Advertisement
કચ્છમાં ફરીથી 4.1ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ફફડાટઃ 3.56 મિનિટે આવ્યો આંચકો
છેલ્લા 30 કાલકમાં ભૂકંપના 18 આંટતા અનુભવાયા છે. આજે બપોરે 12:57 વાગે પણ કચ્છમાં 4.6ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો આવ્યો હતો.
અમદાવાદઃ કચ્છમાં બપોરે. 3.56 વાગ્યે 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ભચાઉથી 6 કિ.મી. નોર્થ ઇસ્ટ દિશા તરફ ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ છે. છેલ્લા 30 કાલકમાં ભૂકંપના 18 આંટતા અનુભવાયા છે. આજે બપોરે 12:57 વાગે પણ કચ્છમાં 4.6ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો આવ્યો હતો. ભચાઉ નજીક એપી સેન્ટર નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે. ફરી એકવાર ભૂંકપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. નોંધનીય છે કે, ગઈ કાલે રાતે પણ અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ ભૂંકપનો આંચકો આવ્યો હતો.
ગઈ કાલે રાત્રે રાત્રે 8.13 વાગ્યે અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગુજરાતમાં 5.3 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છના ભચાઉથી 13 કિમી દૂર ભૂકંપનું એપી સેંટર નોંધાયું છે. ભૂકંપના કારણે ક્યાંક મકાનોમાં તિરાડ પડી તો ક્યાંક મકાનની છત તૂટી પડી છે. ત્યારે 5.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા પછી કચ્છના રાપર અને ભચાઉ વિસ્તારમાં આફ્ટરશોક્સ વધ્યા છે. મોટા આંચકા બાદ 11 આફ્ટર શોક્સ આવ્યા હતા. જે 1.4થી લઈ 3.7ની તીવ્રતાના આફ્ટર શોક્સ આવ્યા હતા.
14મી જૂન મધ્યરાત્રિથી 15 જૂન વહેલી સવાર ચાર વાગ્યા સુધીમાં જ લગભગ બે કલાકમાં જ પાંચ આફ્ટર શોક્સ નોંધાયા હતા. પાંચમાંથી ત્રણ આફ્ટર શોક્સનું એપી સેન્ટર ભચાઉની આસપાસ હતું. ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છ અને પાટણના કલેક્ટર સાથે ફોન પર વાત કરી હતી. કચ્છના અંજારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જામનગર પંથકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જામનગરમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ISRના જણાવ્યા મુજબ 5.3 રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
કચ્છમાં આજે આવેલા ભૂકંપના બંને આંચકા વહેલી સવારે આવ્યા હતા, પણ રવિવારે રાત્રે આવેલા 5.3ની તીવ્રતાની સરખામણીમાં તેમની તીવ્રતા અત્યંત ઓછી હતી. સત્તાવાર રીતે મળેલી માહિતી પ્રમાણે સોમવારે વહેલી સવારે એક જ મીનીટના ગાળામાં બે આંચકા આવ્યા હતા. સોમવારે વહેલી સવારે 1.45 વાગ્યે પહેલો આંચકો અનુભવાયો હતો કે જે 1.7 ની તીવ્રતાનો હતો જ્યારે એક મિનિટ પછી એટલે કે સવારે 1.46 વાગ્યે બીજો આંચકો અનુભવાયો હતો કે જે 1.6 ની તીવ્રતાનો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement