શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ સંક્રમિત 10 જિલ્લામાં ચાર સૌરાષ્ટ્રના, કયા જિલ્લામાં શું છે સ્થિતિ?
ગુજરાતમાં સૌથી વધુ એક્ટિવ કેસો ધરાવતા ટોપ-10 જિલ્લાની વાત કરીએ તો તેમાં સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, મહેસાણા, દાહોદ, સુરેન્દ્રનગર, ભાવનગર, ગાંધીનગર અને જામનગરનો સમાવેશ થાય છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક કેસ હજારને પાર થઈ ગયા છે. ત્યારે ગુજરાતમાં એક્ટિવ કેસોની વાત કરીએ, તો હાલ રાજ્યમાં 14,066 એક્ટિવ કેસો છે. જેમાંથી સુરતમાં સૌથી વધુ 3732 એક્ટિવ કેસો છે. આ પછી અમદાવાદમાં 3452 એક્ટિવ કેસો છે.
ગુજરાતમાં સૌથી વધુ એક્ટિવ કેસો ધરાવતા ટોપ-10 જિલ્લાની વાત કરીએ તો તેમાં સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, મહેસાણા, દાહોદ, સુરેન્દ્રનગર, ભાવનગર, ગાંધીનગર અને જામનગરનો સમાવેશ થાય છે. આ દસ જિલ્લામાં સૌરાષ્ટ્રના ચાર, ઉત્તર ગુજરાતના 3, મધ્ય ગુજરાતના બે અને દક્ષિણ ગુજરાતના એક જિલ્લાનો સમાવેશ થાય છે.
સૌરાષ્ટ્રના ચાર જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં 884, સુરેન્દ્રનગનગરમાં 405, ભાવનગરમાં 398 અને જામનગરમાં 272 એક્ટિવ કેસ છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં અમદાવાદ પછી મહેસાણામાં 447 અને ગાંધીનગરમાં 355 એક્ટિવ કેસો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં વડોદરામાં 943 અને દાહોદમાં 417 એક્ટિવ કેસો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement