બોલો, અમદાવાદમાં ACPનો જ 40 હજારનો ફોન ચોરાઈ ગયો, કોણ છે આ ACP ? ACP રીવરફ્રન્ટ પર શું કરતા હતા ને ચોરાયો ફોન ?
ગોમતીપુર હેડ ક્વાર્ટરના એસીપી આર. આર. સરવૈયાનો ફોન ચોરાઈ ગયો છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે એસીપી સરવૈયા રિવરફ્રન્ટ પર સાયકલિંગ કરવા ગયા હતા.
અમદાવાદઃ અમદાવાદમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં શહેરમાં ફરજ બજાવતા એસીપીનો ફોન ચોરાઈ ગયો છે. એસીપીનો 40 હજાર રૂપિયાનો ફોન ચોરાઈ જતાં ચકચાર મચી છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે, ગોમતીપુર હેડ ક્વાર્ટરના એસીપી આર. આર. સરવૈયાનો ફોન ચોરાઈ ગયો છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે એસીપી સરવૈયા રિવરફ્રન્ટ પર સાયકલિંગ કરવા ગયા હતા. સાયકલિંગ કર્યા પછી સાયકલ જમા કરાવતી વખતે ચોર 40 હજારનો ફોન ચોરી ગયો હોવાની ખબર પડી હતી. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે.
નવાદાઃ બિહારના નવાદા જિલ્લામાં પ્રેમમાં પાગલ બનેલા પ્રેમિએ કરેલી હરકત ચર્ચાનો વિષય બની છે. પ્રેમિકાને મળવા તલપાપડ બનેલો પ્રેમી તેનો ભાઈ બનીને પ્રેમિકાના સાસરીમાં આવ્યો હતો. પરંતુ ત્યાં તેની પોલ ખૂલી ગઈ અને આ કારણે પકડાઈ ગયો હતો. જે બાદ તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. મહિલાની અરજીના આધારે જ પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે.
કેવી રીતે પહોંચ્યો હતો મળવા
મળતી વિગત પ્રમાણે, યુવક માસિયાઈ બનીને પ્રેમિકાને મળવા તેના ઘરે પહોંચ્યો હતો. સાસરિયાએ પણ તેની ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું. બુધવારે રાત્રે તે પ્રેમિકાના ઘરે જ રોકાયો હતો. મોડી રાત્રે તે પ્રેમિકાના રૂમમાં પહોંચ્યો હતો. . તેની હરકતો ભાઈ-બહેનવાળી ન હોવાથી યુવતીના સાસરિયાને તેના પર પહેલાથી જ શંકા હતી.
મધરાતે જયારે તે પ્રેમિકાના રૂમમાં પહોંચીને શરીર સુખ માણવાની તૈયારી કરતો હતો ત્યારે યુવતીના સાસરિયા પહોંચી ગયા અને તેની પૂછપરછ કરી. શરૂઆતમાં તેણે માસિયાઈ ભાઈ હોવાનું જ રટણ ચાલુ રાખ્યું હતું પરંતુ બાદમાં ધોલધપાટ કરીને કડકાઈથી પૂછપરછ કરવામાં આવતાં પોલ ખૂલી ગઈ હતી.
મામલાનું સમાધાન કરવા દિવસરાત થયા પ્રયત્નો
જે બાદ યુવતીના સાસરિયા તેને પકડીને સીતમઢી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં દિવસ પર મામલાનું સમાધાન કરવાના પ્રયાસ કરવામાં આવ્યો પણ કોઈ ઉકેલ ન આવ્યો. જે બાદ પ્રેમિકાએ તેની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.