અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ: 38 દોષિતોને ફાંસીની સજા અપાઇ, 11 આરોપીઓને જીવે ત્યાં સુધી કેદ
8 ફેબ્રુઆરીએ કોર્ટે 49 આરોપીઓને દોષિત અને 28 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતાં. આ કેસમાં આજે 49 દોષિતોને સજા સંભળાવશે.

Background
અમદાવાદઃ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 49 દોષિતોને આજે કોર્ટ સજા સંભળાવશે. 8 ફેબ્રુઆરીએ કોર્ટે 49 આરોપીઓને દોષિત અને 28 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતાં. 15 ફેબ્રુઆરીએ સિરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિતોને સજાના મુદ્દે તમામ પક્ષે સુનાવણી પૂર્ણ થઈ હતી. જેમાં વિશેષ અદાલતે બચાવ પક્ષના વકીલોની અને પ્રોસીક્યુશનનો પક્ષ સાંભળ્યો હતો. હવે આ કેસમાં આજે 49 દોષિતોને સજા સંભળાવશે.
UAPA એક્ટ હેઠળ ફાંસીની સજા
38 આરોપીઓને UAPA એક્ટ હેઠળ ફાંસીની સજા આપવામાં આવી છે.
મૃતકોને એક લાખ રૂપિયાની સહાય ચૂકવવા કોર્ટનો આદેશ
38 આરોપીને થયેલી ફાંસીની સજા બાદ કોર્ટે બધો રેકોર્ડ હાઇકોર્ટ મોકલવા વિશેષ અદાલતે આદેશ કર્યો હતો. મૃતકોને 1 લાખ, ગંભીર ઇજા પામેલાઓને 50 હજાર, ઓછી ઇજા પામેલાઓને 25 હજાર વળતર ચૂકવવા આદેશ કરાયો હતો.





















