અમદાવાદમાં સોલા બ્રિજ અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી, પ્રથમ વખત નેશનલ હાઈવે ઓથોરિટી સામે નોંધાશે ગુનો
અમદાવાદમાં સોલા બ્રિજ અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી

અમદાવાદમાં સોલા બ્રિજ અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, અમદાવાદમાં સોલા બ્રિજ અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી કરી હતી. પ્રથમ વખત નેશનલ હાઈવે ઓથોરિટી સામે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. 27 ફેબ્રુઆરીએ સોલા બ્રિજ પર વહેલી સવારે પાર્ક કરેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં કાર ચાલકનું મોત પણ નિપજ્યું હતું. આ અકસ્માત થયો ત્યારે બ્રિજ પરની સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં હતી. બંધ લાઈટના કારણે અકસ્માતના કેસમાં NHAI સામે કાર્યવાહી કરવામાં આવી હતી. બંધ લાઈટના કારણે ટ્રક ન દેખાતા કાર ઘૂસી હતી. અકસ્માતમાં એકનું મોત, ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. શ્રીચંદ શર્મા નામના વ્યક્તિનું અકસ્માતમાં મોત થયું હતું.
એટલું જ નહીં થોડી ધુમ્મસ પણ જોવા મળી હતી. જેના કારણે કાર ચાલકને ટ્રક ન દેખાઈ અને બ્રિજ પર સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી અકસ્માત થયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે પોલીસે પ્રથમ વખત નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્ટ્રીટ લાઈટનો કોન્ટ્રાક્ટ ધરાવતી કંપની સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. વાસ્તવમાં અકસ્માત થયો ત્યારે લાઈટ બંધ હોવાનું પુરવાર કરવા માટે એસજી હાઈવે પર લાગેલા સીસીટીવી ફૂટેજ એકત્રિક કરવાનું પોલીસે શરૂ કર્યું છે.
બીજી એક ઘટનામાં અમદાવાદમાં જજીસ બંગલો અકસ્માત કેસનો ચાલક હજુ પણ ફરાર છે. મહિલાને અડફેટે લેનાર મર્સિડીઝ કાર ચાલક હજુ ફરાર છે. ઘટનાના 4 દિલસ બાદ પણ પોલીસ હજુ સુધી પકડી શકી નથી. પોલીસની કામગીરી પર મહિલાના સ્વજનોએ સવાલ ઉઠાવ્યા હતા. ટ્રાફિક પોલીસ યોગ્ય જવાબ ન આપતી હોવાના આરોપ લગાવ્યા હતા. સીસીટીવી હોવા છતા કેમ કાર ચાલકને પોલીસ શોધી શકી નથી.
ભરુચના અંકલેશ્વરમાં ફરી રફ્તારનો કહેર સામે આવ્યો હતો. બાઈક-ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો. રોંગ સાઈડ પર આવતા ટેમ્પો સાથે બાઈકની ટક્કર થઇ હતી. જેમાં અકસ્માતમાં બાઈક સવાર બે યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
‘તું મારી સાથે વાત કેમ નથી કરતો, મારો નંબર કેમ બ્લોક કર્યો’, યુવતીએ કારથી યુવકને મારી ટક્કર




















