‘તું મારી સાથે વાત કેમ નથી કરતો, મારો નંબર કેમ બ્લોક કર્યો’, યુવતીએ કારથી યુવકને મારી ટક્કર
યુવતીએ યુવકને ટક્કર માર્યા બાદ છરીના ઘા મારતા ગંભીર રીતે ઘાયલ કર્યો હતો

અમદાવાદના શેલામાં હચમચાવી નાખતી ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર એક યુવતીએ 13 વર્ષ અગાઉ સગાઇ તોડી નાખનારા યુવકને પોતાની કારથી ટક્કર મારી હતી. એટલું જ નહી યુવતીએ યુવકને ટક્કર માર્યા બાદ છરીના ઘા મારતા ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. યુવકે 13 વર્ષ અગાઉ સગાઈ તોડી દેતા યુવતીએ હુમલો કર્યાનો આરોપ છે. નોંધનીય છે કે 25 ફેબ્યુઆરીએ શેલા ભારત પેટ્રોલ પંપ સામે ઘટના બની હતી.
મળતી જાણકારી અનુસાર, 25 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના શેલા વિસ્તારમાં એક યુવતીએ કારથી ટક્કર માર્યા બાદ છરીના ઘા મારતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. તપાસમાં ખુલાસો થયો હતો કે યુવકે 13 વર્ષ પહેલા યુવતી સાથે સગાઇ તોડી હતી. શેલામાં રહેતા યુવકની સગાઈ 13 વર્ષ પહેલા મહેસાણાની યુવતી સાથે થઈ હતી. જો કે મનમેળ ન બેસતા યુવકે સગાઈ તોડી નાખી હતી. જે બાદ યુવકે પણ લગ્ન કરી દીધા અને યુવતી પણ લગ્ન કરી સાસરીમાં રહેવા જતી રહી હતી. જો કે વર્ષ 2024માં દિવાળી સમયે અચાનક યુવતીએ યુવકનો ફોન કરીને સંપર્ક કર્યો હતો અને પરિવારના ખબર અંતર પૂછવાના બહાને વાતચીત શરૂ કરી હતી. યુવકે ફોન કરવાની ના પાડ્યા બાદ પણ યુવતી સતત ફોન કરતી હોવાથી યુવકે નંબર બ્લોક કરી દીધો હતો. જેનો ગુસ્સો રાખીને 25 ફેબ્રુઆરીએ યુવતીએ કારથી યુવકનો પીછો કરી શેલા પહોંચી હતી. જ્યાં પાછળથી ટક્કર મારતા યુવક નીચે પટકાયો હતો. જે બાદ યુવકે ભાગવાનો પ્રયાસ કરતા યુવતીએ છરીના ત્રણ ઘા ઝીકી દેતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. હાલમાં યુવકની ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
બોપલ પોલીસે યુવતી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. યુવતી યુવકને વારંવાર ફોન કરીને હેરાન કરતી હતી જેના કારણે યુવકે તેનો નંબર બ્લોક કરી લીધો હતો. તું મારી સાથે વાત કેમ નથી કરતો અને તે માર્યો નંબર કેમ બ્લોક કર્યો. યુવક ના પાડતો હોવા છતાં યુવતીએ તેને ફોન કરવાનું ચાલુ જ રાખ્યુ હતું. અઠવાડિયા પહેલા યુવતી એ યુવકને કહ્યું કે આપણે બંને વાત કરીએ છીએ તેની મારા પતિને ખબર પડી ગઈ છે. યુવતીએ સ્કૂટર ઉપર જઈ રહેલા યુવકને કારથી ટકકર મારી હતી. ત્યારબાદ છરીથી ૩ ઘા મારી દીધા હતા. જીવ બચાવવા યુવક રોડ ઉપર દોડીને વાહનની લિફ્ટ લઈને ત્યાંથી દૂર જતો રહ્યો હતો.
શેલામાં રહેતા અને ઓટોમેશનનો ધંધો કરતા યુવકની સગાઈ મહેસાણાની યુવતી સાથે 13 વર્ષ પહેલાં થઈ હતી. પરંતુ કોઇ કારણોસર સગાઈ તોડી દેવામાં આવી હતી. ત્યારબાદથી યુવકે યુવક સાથે વાત કરવાનું બંધ કરી દીધુ હતું. થોડા સમય બાદ નીરવનાં લગ્ન થઈ ગયા હતા અને યુવતી પણ લગ્ન કરીને તેની સાસરીમાં રહેવા જતી રહી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
