શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં વરઘોડામાં ઘોડાએ લાત મારતા પૈસા વીણી રહેલા બાળકનું મોત
વરઘોડા દરમિયાન ડીજેના તાલે પરિવારજનો ઝૂમી રહ્યા હતા. જ્યારે વરરાજાના સ્નેહીજનો રૂપિયાની છોળો ઉડાવી રહ્યા હતાં. રૂપિયાની છોળો ઉડતી જોતા આસપાસના બાળકો દોડી આવ્યા હતા અને ઉડતા રૂપિયા વીણવા લાગ્યા હતા.
Ahmedabad: અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં જ્યાં લગ્નના વરઘોડા સમયે ઘોડાએ લાત મારતા બાળકનું મોત થયાની ઘટના સામે આવી છે. બાળકના મોતના પગલે ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયોત હતો. ઘટના એવી છે કે ઈસનપુર વિસ્તારમાં એક પરિવારમાં લગ્નનો પ્રસંગ હોવાથી વરઘોડાનું આયોજન કરાયું હતું.
વરઘોડા દરમિયાન ડીજેના તાલે પરિવારજનો ઝૂમી રહ્યા હતા. જ્યારે વરરાજાના સ્નેહીજનો રૂપિયાની છોળો ઉડાવી રહ્યા હતાં. રૂપિયાની છોળો ઉડતી જોતા આસપાસના બાળકો દોડી આવ્યા હતા અને ઉડતા રૂપિયા વીણવા લાગ્યા હતા. આ સમયે એક બાળક રૂપિયા લેવા ઘોડા નજીક પહોંચ્યો હતો. ત્યારે જ ઘોડાએ લાત મારતા માસૂમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના પરિવારજનોએ નિહાળતા તાત્કાલિક વરઘોડો અટકાવ્યો હતો અને બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હ.. જ્યાં માથામાં ગંભીર ઈજાઓ થઈ હોવાથી તબીબે મૃત જાહેર કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement