Ahmedabad: કાશ્મીરમાં આતંકીઓ સામે લડતા લડતા શહિદી વહોરનાર મહિપાલસિંહના ઘરે થયો દીકરીનો જન્મ, જાણો શું રાખવામાં આવ્યું નામ
અમદાવાદ: સપ્તાહ પહેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે ઝઝૂમી વીરગતિ પામનાર જવાન મહિપાલસિંહ વાળાના ઘરે પુત્રીનો જન્મ થયો છે. શહીદ પતિ મહિપાલસિંહનાં કપડાંને સ્પર્શ કરી માએ દીકરી હાથમાં લીધી હતી.
અમદાવાદ: સપ્તાહ પહેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે ઝઝૂમી વીરગતિ પામનાર જવાન મહિપાલસિંહ વાળાના ઘરે પુત્રીનો જન્મ થયો છે. શહીદ પતિ મહિપાલસિંહનાં કપડાંને સ્પર્શ કરી માએ દીકરી હાથમાં લીધી હતી. પુત્રીનું નામ વિરલબા રાખવામાં આવ્યું છે. શહીદ મહિપાલસિંહના પત્ની વર્ષાબાને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે તેમણે મહિપાલસિંહનાં કપડાં પાસે રાખ્યાં હતાં. પુત્રીનો જન્મ થયા બાદ વર્ષાબાએ શહીદ વીરનાં કપડાંનો સ્પર્શ કરી અશ્રુભીની આંખે પુત્રીને હાથમાં લીધી હતી.
6 ઓગસ્ટે પત્નીએ શહીદ પતિને આપી હતી અંતિમ સલામી
શહીદ મહિપાલ સિંહને શ્રદ્ધાંજલિ આપવા ગર્ભવતિ પત્ની પહોંચતા વાતાવરણ થયું ગમગીન pic.twitter.com/vsjrQ94F5w
— ABP Asmita (@abpasmitatv) August 6, 2023
6 ઓગસ્ટના રોજ હીદ વીર મહિપાલસિંહ વાળાના નશ્વરદેહને અમદાવાદ એરપોર્ટથી વિરાટનગર તેમના નિવાસસ્થાન લાવવામાં આવ્યો હતો. જ્યાં વીરને અંતિમ વિદાઈ આપવા હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. શહીદ વીરનોનો પાર્થિવ દેહ ઘરે પહોંચતા જ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવવામાં આવ્યા હતા. શહીદના પત્ની પતિને અંતિમ વિદાઈ આપવા પહોંચતા વાતાવરણ ગમગીન થયું હતું અને ત્યાં હાજર સૌ કોઈની આંખો આંસુથી ભીજાઈ હતી. આમ સંતાનનું મુખ જુએ તો પહેલા જ અનંતની યાત્રાએ મહિપાલસિંહ નિકળ્યા. તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શહીદ મહિપાલસિંહ વાળાને શ્રધ્ધાંજલા આપવા પહોચ્યા હતા.
શહીદ મહીપાલસિંહને નાનપણથી સેનામાં જવાની ઈચ્છા હતી. તો બીજીતરફ 15 ઓગસ્ટે જ મહીપાલસિંહનો જન્મદિવસ દિવસ હતો. તેમના 3 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. હાલમા તેમના પત્ની ગર્ભવતી છે. સંતાનનું મોઢું જોવે તે પહેલા જ મહિપાલ સિંહ મા ભોગની રક્ષા કાજે શહીદ થયા છે. જમ્મુ કાશ્મીરના કુલગામમાં થયેલ અથડામણમાં 3 જવાનો શહીદ થતયા હતા. તેમાના એક મહિપાલસિંહ વાળા પણ હતા.
વિરાટનગર નિવાસસ્થાને હિન્દુ વિધિ પૂર્ણ કર્યા બાદ અંતિમ દર્શન માટે પાર્થિવદેહને ચોગાનમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં હજારોની સંખ્યામાં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. વિરાટનગર રોડની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો શ્રધ્ધાંજલિ આપવા ભેગા થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શ્રધ્ધાંજલિ પાઠવી હતી. તેમની સાથે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ હસમુખ પટેલ, ધારાસભ્ય પાયલ કૂકરાણી,અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પણ શહિદ મહિપાલસિંહને શ્રદ્ધાંજલી આપવા પહોંચ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસ નેતા મનિષ દોશી અને શૈલેષ પરમાર સહિતના આગેવાનોએ જવાનને અંતિમ વિદાઈ આપી હતી.
કુલગામમાં આતંકીઓ સાથેની અથડામણમાં ત્રણ જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ત્રણ જવાનો શહીદ થયા છે. આતંકીઓ વિરુદ્ધ સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના હલાન જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું હતું. સુરક્ષા દળોએ પણ સામે કાર્યવાહી કરી હતી. અધિકારીએ જણાવ્યું કે ફાયરિંગમાં સુરક્ષા દળના ત્રણ જવાન ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.