અમદાવાદની આ પ્રખ્યાત હોસ્પિટલમાં કચરાની ડોલમાંથી ભૃણ મળી આવતા ચકચાર
એલજી હોસ્પિટલમાં કચરાની ડોલમાંથી મૃત ભૃણ મળી આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. એલજી હોસ્પિટલના લેબર વોર્ડનાં ઓપીડી રૂમમાંથી સ્વીપરને ભૃણ મળી આવ્યું હતું. અજાણી મહિલાએ ભૃણ ત્યજ્યું હોવાની ચર્ચા છે.
અમદાવાદ: એલજી હોસ્પિટલમાં કચરાની ડોલમાંથી મૃત ભૃણ મળી આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. એલજી હોસ્પિટલના લેબર વોર્ડનાં ઓપીડી રૂમમાંથી સ્વીપરને ભૃણ મળી આવ્યું હતું. અજાણી મહિલાએ ભૃણ ત્યજ્યું હોવાની ચર્ચા છે. કપડામાં વિંટાળેલુ 3થી 4 માસનું મૃત ભૃણ હોવાની આશંકા છે. મણીનગર પોલીસે અજાણી મહિલા સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાએ ક્યા કારણે બાળકને ત્યજ્યું તેને લઈને અનેક શંકાઓ સામે આવી રહી છે.
સાબરકાંઠા: માતાએ પોતાની જ દીકરી પર કરાવ્યું દુષ્કર્મ, 20 લોકો સામે ફરિયાદ દાખલ
સાબરકાંઠા: હિંમતનગરમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જો કે, સગીરાએ નોંધાવેલી ફરિયાદમાં તેની માતાનું નામ જ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. પીડિતાએ જે લોકોના નામ ફરિયાદમાં નોંધાવ્યા છે તેની વાત કરીએ તો, તેમની માતા, માતાનો પ્રેમી, મામી સહિત કુલ 20નો સમાવેશ થાય છે. સગીર વયની દીકરી સાથે જબરદસ્તી કરવામાં આવતી હતી. સગીરાની માતાનો પ્રેમી પણ દુષ્કર્મ આચરતો હતો. સગીરાની મરજી વિરુધ્ધ માતા બે હજાર રુપીયા લઈને પરપુરુષોને બોલાવતી હતી. મધ્ય પ્રદેશના રતલામમાં 12 લાખમાં સગીરાને વેચવાનુ નક્કી કરાતા આખરે સગીરાએ પોલીસનું શરણ લીધુ હતું. જે બાદ તેમણે હિંમતનગર એ ડિવિજન પોલિસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
Gir Somnath : વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં મોટી જૂથ અથડામણ, એકની હત્યા, 3 ઈજાગ્રસ્ત
Gir Somnath : ગીર સોમનાથ જિલ્લાના વડું મથક વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં મોટી જૂથ અથડામણ થઇ છે. આ જૂથ અથડામણમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે તેમજ ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં માછીયારા સમુદાયના બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. બાળકોની બોલાચાલી અને અગાઉના મનદુઃખને લઈ બે જૂથ સામસામે આવી ગયા હતા અને અથડામણ થઇ હતી. આ અથડામણમાં એક વ્યક્તિનું મોટ થયું છે અને ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઇ છે. ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંને જૂથને વિખેરી નાખ્યા હતા. હાલ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હત્યાના કેસમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.