અમદાવાદ એરપોર્ટ અને સુરતની આ બે સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી, વિદ્યાર્થીઓને અપાઇ રજા
Ahmedabad News:દિલ્લી બાદ હવે હવે સુરતની સ્કૂલ અને અમદાવાદ એરપોર્ટને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીભર્યો ઇ-મેઇલ મળતાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

Ahemdabad News: આજે ગુજરાતના બે શહેરને ધમકી ભર્યાં મેઇલ મળ્યાં છે. અમદાવાદ એરપોર્ટને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે તો સુરતની બે સ્કૂલને પણ આવો જ ધમકી ભર્યો મેઇલ મળ્યો છે. સુરતની જીડી ગોયેન્કા અને લાન્સર આર્મી સ્કૂલને બોંબથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઇ મેઇલ મળ્યો છે. આ ધટના બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી છે. એરપોર્ટ પર ડોગસ્ક્વોડ સાથે પોલીસ પહોંચી છે અને સઘન તપાસ શરૂ કરી છે. સુરતની બંને સ્કૂલને આવા ધમકી ભર્યાં મેઇલ મળતાં સ્કૂલ મેનેજમેન્ટે પોલીસને જાણ કરી હતી અને વાલી અને વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. આ મેઇલના પગલે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને રજા જાહેર કરી દેવાઇ છ. અમદાવાદ એરપોર્ટ અને સુરતની બંને સ્કૂલ, જીડી ગોયેન્કા, લાન્સર આર્મી સ્કૂલ પર પોલીસ ટીમ પહોંચી ગઇ છે અને સઘન તપાસ શરૂ કરી છે.
Ahmedabad, Gujarat | Crime Branch has received a bomb threat email regarding Ahmedabad airport. Search is underway and nothing suspicious has been found so far. Police and fire brigade are at the spot: Sharad Singhal, Joint Commissioner of Police, Ahmedabad Crime Branch
— ANI (@ANI) July 22, 2025
આ પહેલા 16 જુલાઇ બુધવારે સવારે દિલ્હીની 4 શાળાઓમાં બોમ્બના મેસેજ મળ્યા હતા બાદ પોલીસ, ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડ તપાસ શરૂ કરી હતી. જો કે તપાસમાં કંઈ શંકાસ્પદ મળ્યું ન હતું. બુધવારે સવારે દ્વારકા, વસંત કુંજ, પશ્ચિમ વિહાર અને હૌજ ખાસ વિસ્તારની 4 પ્રતિષ્ઠિત શાળાઓને ટપાલ દ્વારા બોમ્બ હોવાની જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ દિલ્હી પોલીસ અને ઈમરજન્સી ટીમો સક્રિય થઈ ગઈ હતી.
સૌ પ્રથમ, સવારે 5:22 વાગ્યે દ્વારકાની સેન્ટ થોમસ સ્કૂલને ધમકીભર્યો ઈમેઈલ મળ્યો. આ પછી, વસંત કુંજમાં વસંત વેલી સ્કૂલ, પશ્ચિમ વિહારમાં રિચમંડ ગ્લોબલ સ્કૂલ અને હૌજ ખાસમાં મધર ઈન્ટરનેશનલ સ્કૂલને પણ આવા જ ઈમેઈલ મળ્યા. બધા જ ઈમેઈલમાં બોમ્બ વિસ્ફોટની ચેતવણી આપવામાં આવી હતી. આ ઈમેઈલ મળતાં જ શાળા પ્રશાસને તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. દિલ્લીમાં આ ઘટના પહેલા પણ શાળાને આવા ધમકી ભર્યાં મેઇલ મળી ચૂક્યાં છે. દિલ્લી બાદ હવે સુરતની બે શાળા અને અને અમદાવાદ એરપોર્ટ માટે પણ આવો જ ધમકીભર્યો મેઇલ મળ્યો છે. આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.





















