શોધખોળ કરો

AHMEDABAD: રખડતા પશુએ વધુ એક વ્યક્તિનો લીધો જીવ, AMC સામે લોકોમાં ભારે રોષ

અમદાવાદમાં રખડતા પશુએ વધુ એક વ્યક્તિનો જીવ લીધો છે. 66 વર્ષીય દિપક ત્રિવેદીને શુક્રવારે રખડતા પશુએ અડફેટે લીધા હતા. એકલવાયું જીવન જીવતા વ્યક્તિને હોસ્પિટલે ખસેડવામાં આવે તે પહેલાં તેમનું મોત નિપજ્યું.

અમદાવાદ: શહેરમાં રખડતા પશુએ વધુ એક વ્યક્તિનો જીવ લીધો છે. 66 વર્ષીય દિપક ત્રિવેદીને શુક્રવારે રખડતા પશુએ અડફેટે લીધા હતા. એકલવાયું જીવન જીવતા દિપક ત્રિવેદીને LG હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પહેલાં તેમનું મોત નિપજ્યું. સ્થાનિકોના મત અનુસાર છેલ્લા અનેક સમયથી રખડતા પશુઓનો આતંક છે. AMCનું તંત્ર રખડતા પશુઓની કાર્યવાહીમાં નબળું સાબિત થઈ રહ્યું છે. જુલાઈ માસમાં સૌથી ઓછા રખડતા પશુઓ CNCD વિભાગે પકડ્યા છે. ABP અસ્મિતાએ શુક્રવારે જ CNCD વિભાગની ચાર માસની કામગીરી અંગે અહેવાલ દર્શાવ્યો હતો. રખડતા શ્વાન અને રખડતા પશુઓની કામગીરી છેલ્લા એક માસમાં ધીમી પડતી હોવાનો અહેવાલ દર્શાવ્યો હતો તો બીજી તરફ મૃતક છેલ્લા અનેક વર્ષોથી એકલા રહેતા હતા. 

બાઈક લઈને ફરજ પર જઈ રહેલા શિક્ષકને નીલ ગાયએ મારી ટક્કર
ખેડા: ઠાસરા તાલુકાના ફેરકુવા પાસે અકસ્માતમાં શિક્ષકનું અવસાન થયું છે. બાઈક સવાર શિક્ષક ઠાસરાથી દાતરડી ફરજ પર જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની. નીલગાયે બાઈકને હેડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે જ રાજેશભાઈ મહેરા નામના શિક્ષકનું કમ કમાટીભર્યું મોત નિપજ્યું છે. ઘટનાને લઈને સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે.

અમરેલીમાં 5 દિવસના વિરામ બાદ ફરી શરૂ થયો વરસાદ
રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસશે. જ્યારે પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અમરેલી શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો છે. સવારથી જ વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. પાંચ દિવસથી વરસાદે વિરામ લીધો હતો. શહેરના જુદા જુદા વિસ્તારમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે. શહેરના રાજકમલ ચોક, હરીરોડ મેન બજાર વિસ્તાર, ચિતલ રોડ, લાઠી રોડ, એસટી ડિવિઝન સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે તાપીના વ્યારા શહેરમાં વરસાદ પડ્યો છે. વ્યારા શહેરના સ્ટેશન રોડ, કોલેજ રોડ , બજાર વિસ્તાર સહિત ના વિસ્તારોમાં વરસાદ છે. હવામાન વિભાગની આગાહીના પગલે દિયોદર બાદ કાંકરેજ પંથકમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. કાંકરેજના શિહોરી,માનપુર,કુવારવા,ચેખલા,ખેમાંણા સહિતના વિસ્તારમાં ધીમે ધારે વરસાદ છે. વરસાદની શરૂઆત થતા ધરતીપુત્રો ખુશ થઈ ગયા છે. હવામાન વિભાગે બે દિવસ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. વરસાદથી જિલ્લામાં વાવણી કરેલા પાકને જીવત દાન મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
Embed widget