શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદમા નશાની હાલતમાં પોલીસ જવાને સર્જ્યો અકસ્માત, ગાડીમાંથી મળી દારૂની બોટલ

Ahmedabad: નવરંગપુરામાં સ્વસ્તિક ચાર રસ્તા નજીક હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ વાઘેલાએ અકસ્માત સર્જ્યો હતો

Ahmedabad:  રાજ્યમાં ફરી એકવાર ખાખી પર દાગ લાગ્યો હતો. શહેરમાં પૂર ઝડપે કાર ચલાવી પોલીસ કર્મચારીએ અકસ્માત સર્જ્યો હતો. એટલું જ નહી પોલીસ જવાનની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી.

મળતી જાણકારી અનુસાર, નવરંગપુરામાં સ્વસ્તિક ચાર રસ્તા નજીક હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ વાઘેલાએ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ સ્થાનિકોએ પોલીસ હેડ કોન્સ્ટેબલને પકડીને ટ્રાફિક પોલીસને સોંપ્યો હતો. સાથે જ તપાસ કરતા તેની ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. હાલ તો હેડ કોન્સ્ટેબલ વિરૂદ્ધ બી ડિવિઝન વિભાગમાં ગુનો નોંધાયો હતો. ટ્રાફિક પોલીસે હેડ કોન્સ્ટેબલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

નશાની હાલતમાં પોલીસ કોન્સ્ટેબલ દાદાગીરી પણ કરતો હોવાનું  સ્થાનિકો કહી રહ્યા છે. દારૂની બોટલ સાથે ઝડપાયા બાદ પણ પોલીસકર્મી રોફ જમાવતો હતો. લોકોને તેણે ધમકી આપી હતી કે તમારે જે કરવું હોય તે કરી લો. અનિરૂદ્ધસિંહ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. બી ડિવિઝન પોલીસે હેડ કોન્સ્ટેબલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અમદાવાદમાંથી ફરી એકવાર દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, સ્ટેટ મૉનિટરિંગ સેલે દરોડાની કાર્યવાહીમાં ગોમતીપુર વિસ્તારમાંથી મોટી માત્રામાં ક્રેટા કારમાંથી 1903 જેટલી દારૂની બોટલો કબજે કરી છે, કુલ 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. દારૂબંધીની વાતો વચ્ચે ફરી એકવાર અમદાવાદ શહેરમાં દારૂનો મોટો જથ્થો પકડાયો છે. હાલમાં જ માહિતી છે કે, અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં મોડી રાત્રે સ્ટેટ મૉનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા, અહીં કાલિદાસ મિલ કમ્પાઉન્ડ નજીકના એરિયામાંથી એક ક્રેટા કારમાથી પોલીસની ટીમે મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો, ક્રેટા કારમાંથી લગભગ 1903 દારૂની બોટલો કબ્જે લીધી અને સાથે ચાર આરોપીઓને વૉન્ટેડ જાહેર કર્યા હતા. ખાસ વાત છે કે, આ કાર્યવાહીમાં 2 લાખથી વધુનો દારૂ અને કાર સહિત 5.14 લાખનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. 

દારૂબંધીનો અમલ કરાવવાની જેની ફરજ છે તે પોલીસ જ PCR માં દારૂની મહેફિલ માણતી ઝડપાઇ છે. વડોદરાના જેપી પોલીસ મથક વિસ્તારમાં સી ટીમની PCR વાનના હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ લોકોને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પીસીઆર વાન નંબર GJ 06 GA 3259ને પોલીસ મથકે લાવી હેડ કોન્સ્ટેબલ નવદિપસિંહ સરવૈયા તેમજ તેમના બે મિત્રોની સાકીર મણિયાર અને માલવ કહારની નશાની હાલતમાં ધરપકડ કરી તેમના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget