Ahemdabad News: અમદાવાદની આ લાઇબ્રેરી થઇ જશે બંધ, AMCના નિર્ણયનો ABVPએ નોંધાવ્યો વિરોધ
અમદાવાદ શહેરમાં ચાલતી લાઇબ્રેરી બંધ કરી દેવાનો નિર્ણય લેવાતા AMC સામે ABVPએ વિરોધ નોંધાવ્યો છે. ABVPએ આ નિર્ણય સામે સિગ્નેચર અભિયાન શરૂ કર્યું છે.
Ahemdabad News:અમદાવામાં અમરાઈવાડી વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા સંચાલિત લાઇબ્રેરી બંધ કરવાનો કોર્પોરેશને નિર્ણય કર્યો છે. આ નિર્ણયનો ABVPએ વિરોધ કર્યો છે. ABVP કાર્યકરોએ લાઇબ્રેરી બંધ કરાવાના નિર્ણય સામે સિગ્નેચર અભિયાસ શરૂ કર્યું છે. ABVPએ સિગ્નેચર અભિયાન દ્રારા લાઇબ્રેરી ચાલુ રાખવા માટે સમર્થન મેળવવાનું શરૂ કર્યું છે. અમદાવાદ કોર્પોરેશનના આ નિર્ણય સામે વિરોધ નોંધાવતા ABVPના કાર્યકરોએ જણાવ્યું કે, ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી લાઈબ્રેરી યોગ્ય કારણ વિના જ બંધ કરવામાં આવી રહી છે. આ નિર્ણય કોઇ પણ રીતે યોગ્ય નથી.
તો બીજી તરફ અમદાવાદમાં માલધારી સમાજનું પણ વિરોધ પ્રદર્શન ચાલુ છે. શહેરના વાડજ વિસ્તારમાં વૃદ્ધને હાર્ટ અટેક આવતા વિવાદ સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, પશુ પકડવાની ટીમ પહોંચતા વૃદ્ધને હાર્ટ અટેક આવ્યો હતો જેના પગલે માલધારી સમાજનો આરોપ છે કે, ઢોર પકડો પાર્ટીના ગેરવર્તન અને મારના લીધે જામાભાઈ રબારીને હાર્ટ અટેક આવ્યો હતો. નોંધનીય છે કે માલધારી સોસાયટીમાં પશુઓ પકડવા ટીમ પહોંચી હતી. વાડાના પશુઓને પકડવા ટીમ આવી હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. આ સમગ્ર મામલે અમદાવાદ મનપાએ તપાસ શરૂ કરી છે.
આ મામલે અમદાવાદ મનપાની ઓફિસનો માલધારી સમાજે ઘેરાવ કર્યો હતો. માલધારી સમાજના લોકો અમદાવાદ કોર્પોરેશન પહોંચ્યા હતા. માલધારી સમાજના લોકોએ આક્ષેપ કર્યો હતો કે ઢોર પાર્ટી અને પોલીસ હપ્તા લે છે. બીજી તરફ એએમસીએ દાવો કર્યો હતો કે મૃતકને હ્યદયની સમસ્યા હોવાના કારણે હાર્ટ એટેક આવ્યો છે.
મૃતકના પરિવારજનોએ ઢોર પાર્ટીના લોકોએ મકાન તોડવાની ધમકી આપી હોવાનો અને તેમના પર હુમલો કર્યાનો પણ આરોપ લગાવ્યો હતો. જવાબદારો સામે કાર્યવાહીની માંગ સાથે માલધારી સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ પણ વાંચો
Rain Forecast: હવામાન વિભાગની મોટી જાહેરાત, આ તારીખ પછી દેશમાંથી ચોમાસુ લગભગ વિદાય લઇ લેશે
Ambaji Melo: અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ઉભરાયા માર્ગો
News: ગુજરાતમાં સાયબર એટેકનો ખતરો, 500 વેબસાઇટ્સ નાઇઝિરયન હેકર્સના નિશાને, જાણો શું છે મામલો