શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભાવનગર-અમદાવાદ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 લોકોનાં મોત, મૃતદેહને ક્રેઇનની મદદથી બહાર કાઢ્યા
અકસ્માત એટલો ખતરનાક હતો કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. મૃતદેહને બહાર કાઢવા માટે ક્રેઇનની મદદ લેવામાં આવી હતી.
![ભાવનગર-અમદાવાદ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 લોકોનાં મોત, મૃતદેહને ક્રેઇનની મદદથી બહાર કાઢ્યા Accident between truck and car on Bhavnagar-Ahmedabad highway, 2 killed ભાવનગર-અમદાવાદ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 લોકોનાં મોત, મૃતદેહને ક્રેઇનની મદદથી બહાર કાઢ્યા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/24200553/2.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: ભાવનગર-અમદાવાદ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. તેલંગાણા પાસિંગ ની કારમાં 5 લોકો સવાર હતા. એકની હાલત ગંભીર છે, જ્યારે બેને સામાન્ય ઈજા પહોંચી છે. તમામને ધોળકા હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માત એટલો ખતરનાક હતો કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. મૃતદેહને બહાર કાઢવા માટે ક્રેઇનની મદદ લેવામાં આવી હતી.
પ્રાપ્ત જાણકારી અનુસાર ટ્રક અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે ભાવનગર અમદાવાદ હાઇવે પર પીપળી વટામણ રોડ પાસે સામેથી આવતી કાર સાથે અથડાઈ હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને ક્રેઇનની મદદથી મૃતદેહોને બહાર કાઢી પીએમ માટે મોકલવામાં આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે.
![ભાવનગર-અમદાવાદ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 લોકોનાં મોત, મૃતદેહને ક્રેઇનની મદદથી બહાર કાઢ્યા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/24200608/3.jpeg)
![ભાવનગર-અમદાવાદ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 લોકોનાં મોત, મૃતદેહને ક્રેઇનની મદદથી બહાર કાઢ્યા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/24200539/1-1024x768.jpeg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)