શોધખોળ કરો
Advertisement
અમદાવાદની ચિંતામાં ફરીથી થઈ રહ્યો છે વધારો? જાણો શહેર-જિલ્લામાં શું છે કોરોનાની સ્થિતિ?
અમદાવાદ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસો 3690 થઈ ગયા છે. જેની સામે સુરતમાં 3694 એક્ટિવ કેસો છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી તો રાજ્યમાં કોરોનાના દૈનિક કેસો હજારથી વધુ આવી રહ્યા છે. અત્યારે ગુજરાતમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ સુરતમાં છે. જોકે, અમદાવાદમાં કોરોનાના કેસો કંટ્રોલમાં હોવા છતાં પણ એક્ટિવ કેસો સતત વધી રહ્યા છે. હાલ, અમદાવાદ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસો 3690 થઈ ગયા છે. જેની સામે સુરતમાં 3694 એક્ટિવ કેસો છે. આમ, અમદાવાદમાં સુરત કરતાં માત્ર ચાર ઓછા એક્ટિવ કેસો છે. જો આવી જ સ્થિતિ રહેશે, તો ફરીથી અમદાવાદ એક્ટિવ કેસોમાં આગળ નીકળી જશે.
અમદાવાદ શહેરી વિસ્તારની વાત કરીએ તો હાલ, 3198 એક્ટિવ કેસો છે, જ્યારે ગ્રામ્યમાં 492 એક્ટિવ કેસો છે. જ્યારે સ્વસ્થ થયેલા લોકોની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં કુલ 22,272 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જેમાંથી અમદાવાદ શહેરમાં 21,418 અને ગ્રામ્યમાં 854 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
અમદાવાદ જિલ્લામાં કુલ 1625 લોકોના કોરોનાથી મોત થયા છે. જેમાંથી અમદાવાદ શહેરમાં 1584, જ્યારે ગ્રામ્યમાં 41 લોકોના કોરોનાથી મોત થયા છે. અમદાવાદ જિલ્લામાં કુલ કોરોનાના કેસો 27,453 થઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement