શોધખોળ કરો

Ahmedabad: દીંગુચા કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, બે એજન્ટોની કરી ધરપકડ

અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચને દિંગૂચા કેસ મામલે મોટી સફડતા મળી છે. પરિવારને કેનેડાથી અમેરિકા બોર્ડર પર બરફ વચ્ચે મોકલનાર  2 એજન્ટોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચને દિંગૂચા કેસ મામલે મોટી સફડતા મળી છે. પરિવારને કેનેડાથી અમેરિકા બોર્ડર પર બરફ વચ્ચે મોકલનાર  2 એજન્ટોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. વિદેશ જવાની ઘેલછામાં જીવ ગુમાવનારા મહેસાણાના ડિંગુચાનાં પરિવારના મોત મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફડતાં મળી છે.19 જાન્યુઆરી 2022 નાં રોજ કેનેડાથી અમેરિકા બોર્ડર ક્રોસ કરતા સમયે ડીંગુચાનાં પરિવારના 4 સભ્યો ઠંડીમાં થીજી જતા મોત નિપજતા હતા. જે મામલે એમ્બેસી સહિત ગુજરાત પોલીસ તપાસ કરી રહી હતી. દીંગુચાનાં પરિવારને વિદેશ મોકલનાર એજન્ટ ભાવેશ પટેલ અને યોગેશ પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

ભાવેશ પટેલ અને યોગેશ પટેલ મૂળ ટુર્સ અને ટ્રાવેલનું કામ કરતા હતા. છેલ્લા 10 વર્ષથી બંને ગુજરાતના લોકોને વિદેશ મોકલવા એજન્ટ તરીકે કામ કરે છે. એક વ્યક્તિ દીઠ 60 થી 65 લાખ રૂપિયા લેતા હતા આ બન્ને. દિંગુચાનાં પરિવાર સહિત 11 લોકોને કેનેડાથી અમેરિકા મોકલ્યા હતા. જેમાં 7 લોકો અમેરિકા પહોંચી ગયા અને દિંગુચાનો પરિવાર માઈન્સ 30 ડિગ્રી ઠંડીમાં થીજી જતા મોતને ભેટ્યો હતો. પહેલા આ પરિવારને દુબઈ લઈ જવામાં આવ્યો ત્યાંથી ટોરેન્ટો અને વિનિપેગ થઈ અમેરિકામાં ઘુસાડવાના હતા પરંતુ વીનિપેગમાં જ બે બાળકો અને પતિ પત્નીના મોત થયા.

ફેનિલ અને બીટ્ટુ પાજી નામના બે આરોપીઓ 11 કિમી બરફમાં બોર્ડર ક્રોસ કરાવી હતી. જે બંને આરોપીઓ હાલ વોન્ટેડ છે. 10 વર્ષથી એજન્ટ તરીકે કામ કરતા ભાવેશ અને યોગેશ પટેલે અનેક ગુજરાતી પરિવારને કેનેડા અને અમેરિકા મોકલ્યા છે જે મામલે હવે ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે.

ગાંધીધામમાં પતંગની દોરી વાગતા યુવકનું ગળું કપાયું

ગાંધીધામમાં એક યુવાનનું પતંગની દોરીથી ગળુ કપાઈ જતા મોત નિપજ્યું છે. ગઈ કાલે બપોરના પતંગની દોરીથી ગળુ કપાયું હતું. જે બાદ તેને સારવાર માટે રાજકોટ લઈ જતા હતા ત્યારે રસ્તામાં જ મોત નિપજ્યું હતું. ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. તહેવાર નિમિતે યુવાન દીકરાનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે.

રાજકોટમાં અચાનક દીવાલ ધસી પડતાં 1નું મોત જયારે 3 લોકો ઘાયલ

 રાજકોટમાં અચાનક દીવાલ ધસી પડતાં ભંયકર દુર્ઘટના ઘટી છે. રાજકોટની લક્ષ્મીવાડી નજીક  દીવાલ ધસી  પડતાં 3 લોકો ઘાયલ થયા છે જ્યારે 1નું મોત થયાના અહેવાલ છે.રાજકોટની લક્ષ્મીવાડી વિસ્તારમાં 21 નંબરની શેરીમાં છજુ તુટી પડ્યું હતું,રિનોવેશન કામ દરમિયાન  ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં ફાયર ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોચી ગઇ હતી અને રેસ્ક્યુ કામગીર હાથ ધરી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાની તજવીજ હાથ ધરાઇ છે.

રાજ્યમાં એક  દિવસમાં સંક્રાંતિ પર ચાઇનીઝ દોરીથી ત્રણનાં મોત

મકર સંક્રાંતિનો તહેવાર ત્રણ પરિવાર માટે કાળમુખો બની ગયો. ત્રણેય પરિવારના સભ્યનો ચાઇનીઝ દોરીના કારણે જીવ ગયો. ગુજરાતમાં એક જ દિવસમાં 3 લોકોના ચાઇનીઝ દોરીના કારણે મોત થયા છે. વડોદરામાં પતંગની દોરીના કારણે  યુવકનો  અકસ્માત થયો હતો. પતંગની દોરી ગળામાં આવતા  યુવકનો અકસ્માત થયો હતો અને ઘટના સ્થળે જ મોત થયું હતું. દશરથ હાઇવે પાસે આ ઘટના સર્જાઇ હતી. સ્થાનિક પોલીસે યુવકનો મૃતદેહ એસ.એસ.જી હોસ્પિટલ પહોંડ્યો હતો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Embed widget