શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ યુવતીને બે યુવકો બાઈક પર ઉઠાવી ખેતરમાં લઈ ગયા, દારૂ પિવડાવ્યો ને ગુજાર્યો બળાત્કાર, જાણો વિગત
આ યુવતી ઘાસચારો લઈને ઘરે આવતી હતી ત્યારે ગામના જ બે યુવકો તેને વાહન પર બેસાડી અન્ય સ્થળે લઈ ગયા હતા
અમદાવાદઃ સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના વિરાવાડા ગામની એક યુવતીને બે યુવકો બળજબરીથી બાઈક પર બેસાડી લઈ ગયા હતા ને તેને પરાણે દારૂ પિવડાવીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોવાની ગંભીર ઘટના બની છે.
આ યુવતી ઘાસચારો લઈને ઘરે આવતી હતી ત્યારે ગામના જ બે યુવકો તેને વાહન પર બેસાડી અન્ય સ્થળે લઈ ગયા હતા. તેમણે યુવતીને પરાણે દારૂ પીવડાવી દુષ્કર્મ કર્યુ હતું. આ અંગેની ફરીયાદ બુધવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોધા છે. પામી હતી.
આ પરિણીત યુવતીએ ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ તે 28 સપ્ટેમ્બરના રોજ સાંજના સુમારે ખેતરમાંથી ઘાસનો ભારો લઈને ઘરે આવી રહી હતી ત્યારે ગામના જ રાકેશ મણાભાઈ પટેલ અને દિનેશસિંહ ઉર્ફે ભુરીયો સરદારજી મકવાણાએ બાઈક પર આવી છેડતી કરી હતી. દિનેશસિંહે બળજબરીથી પરિણીતાનું મોઢુ દબાવીને બાઈક પર બેસાડી દીધી હતી. ત્યાર બાદ રાકેશ પટેલ અને દિનેશસિંહ આ પરિણીતાને ગામના જ એક ખેડૂતના કુવા પર લઈ ગયા હતા. બંને હવસખોરોએ પરિણીતાને ચપ્પુ બતાવીને દારૂ પીવડાવી દીધો હતો. ત્યાર બાદ બંને જણાએ પરિણીતા પર દુષ્કર્મ કર્યુ હતું. ફરીથી આ પરિણીતાને ધમકી આપી કે, કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખીશુ. આ ધમકી આપી યુવતીને બાઈક પર બેસાડી વિરાવાડા ગ્રામ પંચાયત આગળ છોડીને બંને અંધારામાં રફુચક્કર થઈ ગયા હતા. બુધવારે દુષ્કર્મનો ભોગ બનનાર પરિણીતાએ વિરાવાડા ગામના બંને હવસખોરો વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી.
પોલીસે તરત જ બંને હવસખોરોની અટકાયત કરી લીધી હતી અને કોરોનાને લઈને તેમના ટેસ્ટ કરાવવા માટે બુધવારે મોડી સાંજે હિંમતનગર સિવિલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement