Ahmedabad : આડાસંબંધનો આવ્યો ક્રુર અંજામ, યુવતીની હત્યા પછી કેમિકલ છાંટી દીધું
મૃતક મહિલાનું નામ હસુમતીબેન છે. જેનો શંકાસ્પદ મૃતદેહ તેના જ ઘર માંથી મળી આવ્યો છે. મૃતક હસુમતી બહેનની આસપાસમાં રહેતા લોકોને મૃતકના ઘરમાંથી દુર્ગંધ આવી રહી હતી, જેથી શહેરકોટડા પોલીસને જાણ કરાઇ.
અમદાવાદઃ કહેવાય છે કે આડાસબંધ નો અંત હંમેશા ખરાબ જ હોય છે. અમદાવાદના શહેરકોટડામાં આવી જ એક ઘટના બની છે. એક મહિલાન શંકાસ્પદ મૃતદેહ મળી આવવા મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો, જેમાં તપાસમાં શકમંદ તેનો પ્રેમી છે. તપાસ, પીએમ રિપોર્ટ તથા એફ.એસ.એલ.ના રિપોર્ટ પરથી મહિલાનું મોત કયા કારણે થયું અને કેવી રીતે થયું તેના પરથી પરદો ઉંચકાશે.
મૃતક મહિલાનું નામ હસુમતીબેન છે. જેનો શંકાસ્પદ મૃતદેહ તેના જ ઘર માંથી મળી આવ્યો છે. મૃતક હસુમતી બહેનની આસપાસમાં રહેતા લોકોને મૃતકના ઘરમાંથી દુર્ગંધ આવી રહી હતી, જેથી શહેરકોટડા પોલીસને જાણ કરાઇ. તપાસ કરતા હસુમતીબહેન મૃત મળી આવ્યા હતા અને મોતનું સાચું કરણ જાણવા માટે પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી.
આ ઘટનામાં મૃતક મહિલા હસુમતીબેન અને તેનો પતિ છ વર્ષથી અલગ રહેતા હતા. મહિલાના એક વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની જાણ પણ તેના પતિને થઈ હતી. હસુમતીબહેનની લોહીથી લથબથ હાલતમાં અને કાનના ભાગે ઈજાઓ પામેલી હાલતમાં લાશ મળી હતી. આટલું જ નહીં શરીરના અનેક ભાગો અને ગુપ્ત ભાગ પર કેમિકલ નાખતા ફોલ્લા પડી ગયા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે. પ્રાથમિક રીતે તો 36 કલાકથી વધુ સમય વીતી ગયો હોવાથી આવું બન્યું હોવાનું પોલીસ માને છે. બીજી તરફ પતિએ પોલીસને જણાવ્યું કે હસુમતીબહેનને એક વ્યક્તિ સાથે આડા સંબંધો હતા, જેથી પોલીસે તે વ્યક્તિની તપાસ કરી તો મળી ન આવ્યો જેથી હવે પ્રેમીએ હત્યા કરી? કે અન્ય કોઈ કારણથી મોત થયું અને મોડી જાણ થઈ જેવા મુદ્દા ઓ પર પોલીસે તપાસ શરૂ કરી છે.
એકતરફ પીએમ કરાવવામાં આવી રહ્યું છે, જ્યારે બીજીતરફ એફ.એસ.એલ ની મદદ લેવાઈ રહી છે, ત્યારે શંકાસ્પદ હાલતમાં મળેલા મૃતદેહ બાબતે હત્યાનો ગુનો નોંધ્યા બાદ તપાસમાં ખરું કારણ શું સામે આવે છે તે જોવાનું રહેશે.