શોધખોળ કરો

Ahmedabad : 52 વર્ષીય પુરુષનું અપહરણ કરી ચાર યુવકોએ કરંટ આપીને કરી નાંખી હત્યા, શું છે કારણ?

રખિયાલમાં 52 વર્ષીય આધેડનું અપહરણ કરી હત્યા કરી નાંખવામાં આવતા ચકચાર મચી ગઈ છે. મોબાઈલ ચોરીની આશંકાએ રિક્ષામાં બેસાડી અપહરણ કરાયું હતું.

અમદાવાદઃ રખિયાલમાં 52 વર્ષીય આધેડનું અપહરણ કરી હત્યા કરી નાંખવામાં આવતા ચકચાર મચી ગઈ છે. મોબાઈલ ચોરીની આશંકાએ રિક્ષામાં બેસાડી અપહરણ કરાયું હતું. પરિવારજનોને આધેડ નૂતન સ્કૂલ પાસે ઈજાગ્રસ્ત મળી આવ્યા. હોસ્પિટલમાં લઈ જતા આધેડનું થયું મોત. શરીર પર કરંટ આપી તેમજ માર મારતા મોત થયું. અપહરણ અને હત્યા કરનારા 4 યુવકોની ધરપકડ કરવામાં આવી છે. રખિયાલ પોલીસે આરોપીની પુછપરછ હાથ ધરી છે.

ધૂળેટીએ માતમઃ ગુજરાતમાં 16 લોકો ડૂબ્યા, ભાણવડમાં 5, કઠલાલમાં 4 ડૂબ્યા

GUJARAT : 18 માર્ચ ધુળેટીનો દિવસ ગુજરાત માટે દુર્ઘટનાનો દિવસ રહ્યો હતો. ધૂળેટીના દિવસે રાજ્યમાં અલગ અલગ દુર્ઘટનામાં પાણીમાં 16 લોકો ડૂબી જવાની ઘટના સામે આવી છે.  દેવભૂમિ દ્વારકામાં 5, મહિસાગરમાં 4, વાપીમાં બે, ભરુચમાં બે, ભાવનગરમાં એક અને ખેડામાં 2 ડૂબ્યા છે. 

ભાણવડમાં પાંચ યુવાનોના ડૂબી જતા મોત 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં કરુણાંતિકા સર્જાઈ છે. ભાણવડમાં ત્રિવેણી સંગમમાં નદીમાં નહાવા પડેલા પાંચ યુવાનોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે. સ્થાનિક તરવૈયાઓએ તમામના મૃતદેહ બહાર કાઢ્યાં  છે. આ સમાચાર બહેતા થતા સમગ્ર ભાણવડ તેમજ  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ પાંચ યુવાનો ધુળેટી પર્વ પર નદીમાં નહાવા માટે ગયા હતા અને આ દરમિયાન નદીના પાણીમાં ડૂબી ગયા હતા. સ્થાનિક તરવ્યા દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તમામના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં હતા અને તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાણવડ હોસ્પિટલ મોકલવામાં આવ્યાં  છે.

મહીસાગરમાં ત્રણ મામા અને એક ભાણીયાનું મોત 

એક બાજુ દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં નદીમાં દુવિ જવાથી પાંચ યુવાનોના મોત થયાના સમાચાર તાજા છે ત્યાં બીજી બાજુ મહીસાગર નદીમાં ચાર યુવાનો ડૂબ્યાના સમાચાર મળી રહ્યાં છે. મહીસાગર નદીમાં કઠલાલના ચાર યુવાનો ડૂબ્યા હોવાના સમાચાર છે. આ દુર્ઘટના વણાકબોરીમાં ધુળેટી પર્વ દરમિયાન યોજાયેલા મેળામાં ઘટી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ચાર માંથી ત્રણ યુવાનો મામા અને એક યુવાન ભનાઇયો હોવાનું સામે આવ્યું છે. 

ખેડામાં બે બાળકો ડૂબ્યા 

ખેડા જિલ્લાના વસો તાલુકા ઝારોલ ગામેં બે બાળકોના ડૂબી જવાથી મોત થયાના સમાચાર સામે આવ્યા છે. ધુળેટી પર્વ પર ગામના તળાવમાં ન્હાવા પહેલા બે બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે. આ બન્ને બાળકોની ઉમર 14 અને 15 વર્ષની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાં 15 વર્ષના બાળકનું નામ પ્રિતેશ અજીતભાઈ સોલંકી અને 14 વર્ષના બાળકનું નામ સાગર અજીતભાઈ સોલંકી છે. મૃતક બાળકોના મૃતદેહની   પીએમની કાર્યવાહી નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે.

ભરુચમાં બે યુવાનો તણાયા

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે નર્મદા નદીમાં ન્હાવા પડેલા બે યુવાનો તણાયા હતા. બન્ને યુવાનના મૃતદેહોની શોધખોળ શરૂ કરાઈ છે. સુનીલ અને વિષ્ણું બંને યુવાનો નદીના પાણીમાં ગરકાવ. યુવાનોના પરિવારોના નદી ઉપર ધામા.

વાપીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત

વાપીના બે અલગ અલગ વિસ્તારમાં ડૂબી જવાથી બે યુવકોના મોત નીપજ્યા છે. 

ભાવનગર યુવક ડૂબ્યો

પાલીતાણા તાલુકાના મેઢા ગામ નજીક આવેલ કેનાલમાં બપોર બાદ એક યુવાન ડૂબી ગયો. કેનાલમાં ન્હાવા પડેલ યુવકનો ઊંડા પાણીમાં ગરકાવ થતા યુવક ડૂબી ગયો હતો. સ્થાનિક લોકોને જાણ થતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બાદ સાંજના સમયે શોધખોળ બાદ કેનાલમાં ડૂબેલ યુવકનો મૃતદેહ મળી આવતા પાલીતાણા હોસ્પિટલ પી.એમ અર્થે ખસેડવામાં આવેલ છે. મૃતક યુવક પાલીતાણાના કંજરડા ગામનો હોવાનું જાણવા મળ્યું છે, પરિવારમાં માતમ છવાયો છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેંદ્ર સરકારે  'X' કે નોટિસ મોકલી, Grok AI પરથી અશ્લીલ કન્ટેન્ટ હટાવવાનો આદેશ, 72 કલાકમાં માંગ્યો રિપોર્ટ 
કેંદ્ર સરકારે  'X' કે નોટિસ મોકલી, Grok AI પરથી અશ્લીલ કન્ટેન્ટ હટાવવાનો આદેશ, 72 કલાકમાં માંગ્યો રિપોર્ટ 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

વિડિઓઝ

Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ
CNG Price: અમદાવાદના વાહન ચાલકોને નવા વર્ષે અદાણીએ આપી ભેટ
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં નશાની ધૂમ ખેતીનો વધુ એકવાર થયો પર્દાફાશ
Ahmedabad News: અમદાવાદમાં ઈડીની છેતરપિંડીના આરોપી વિરૂદ્ધ મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેંદ્ર સરકારે  'X' કે નોટિસ મોકલી, Grok AI પરથી અશ્લીલ કન્ટેન્ટ હટાવવાનો આદેશ, 72 કલાકમાં માંગ્યો રિપોર્ટ 
કેંદ્ર સરકારે  'X' કે નોટિસ મોકલી, Grok AI પરથી અશ્લીલ કન્ટેન્ટ હટાવવાનો આદેશ, 72 કલાકમાં માંગ્યો રિપોર્ટ 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
હવે RTO ના ધક્કા નહીં! 2026 માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણો ઓનલાઈન પ્રોસેસ 
હવે RTO ના ધક્કા નહીં! 2026 માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણો ઓનલાઈન પ્રોસેસ 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
મુંબઈ ઈન્ડિયન્સે લોન્ચ કરી નવી જર્સી, પાછલી સીઝન કરતા શું છે અલગ, જુઓ વીડિયો 
મુંબઈ ઈન્ડિયન્સે લોન્ચ કરી નવી જર્સી, પાછલી સીઝન કરતા શું છે અલગ, જુઓ વીડિયો 
Aadhaar-PAN Link Status: અંતિમ તારીખ બાદ જોઈ લો તમારુ પાન કાર્ડ કામ કરે છે ? આ રીતે કરો ચેક 
Aadhaar-PAN Link Status: અંતિમ તારીખ બાદ જોઈ લો તમારુ પાન કાર્ડ કામ કરે છે ? આ રીતે કરો ચેક 
Embed widget