Ahmedabad : ઇસ્કોન બ્રિજ પરથી યુવક કૂદીને કરવા જતો હતો આત્મહત્યા, પણ.....
અજાણ્યા વ્યક્તિએ બ્રિજ ઉપરથી છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, છલાંગ લગાવતા પહેલા જ વાહનચાલકોએ સમયસૂચકતા વાપરી વ્યક્તિને પકડી લીધી હતી. બ્રિજ ઉપરથી છલાંગ લગાવવાના પ્રયાસ પાછળનું કારણ અકબંધ છે.
અમદાવાદઃ શહેરના ઇસ્કોન બ્રિજ ઉપર યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અજાણ્યા વ્યક્તિએ બ્રિજ ઉપરથી છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, છલાંગ લગાવતા પહેલા જ વાહનચાલકોએ સમયસૂચકતા વાપરી વ્યક્તિને પકડી લીધી હતી. બ્રિજ ઉપરથી છલાંગ લગાવવાના પ્રયાસ પાછળનું કારણ અકબંધ છે. પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી.
અન્ય એક ઘટનામાં ગઈ કાલે, રાજકોટ જિલ્લાના ઉપલેટાના કટલેરી બજારમાં ભંગારના ડેલામાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં પિતા-પુત્રના મૃત્યુ થયા છે. ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા છે. બ્લાસ્ટ કયા કારણે થયો તે બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બ્લાસ્ટ થતાં આજુબાજુમાં નાસભાગ મચી ગઈ હતી.
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની કટલેરી બજારમાં બ્લાસ્ટ થતાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. ઉપલેટા કટલેરી બજારમાં ભંગારની દુકાનમાં કામ કરતા બે વ્યક્તિઓના મોત થયા છે. રહીશ રજાક કાણા (ઉ.વ. ૨૭), રજાક અજિત કાણા (ઉ.વ. ૬૦)નું મોત થયું છે. ઘટના અંગેની જાણ થતાં પોલીસ, 108 ઘટના સ્થળે દોડી આવી હતી. બન્ને વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. બ્લાસ્ટ થતાં લોકોના અને વ્યક્તિઓના ટોળા એકઠા થઈ ગયા હતા. બ્લાસ્ટ થવાનું કારણ આકબંધ, તપાસ અને કાર્યવાહી શરૂ થઈ છે.
Kheda : દોઢ વર્ષ પહેલા જ બિલ્ડર સાથે લગ્ન કરનાર 25 વર્ષીય યુવતીએ કરી લીધો આપઘાત, સૂસાઇડ નોટમાં શું કર્યો ધડાકો?
મહેમદાવાદની રાધે ક્રિષ્ના સોસાયટીમાં પરણીતાએ આત્મહત્યા કરી છે. ઉમરેઠની ભાટવાડામાં રહેતી જલ્પા હીંગુના લગ્ન દોઢ વર્ષ પહેલા મહેમદાવાદના બિલ્ડર આકાશ હિંગુ સાથે થયા હતા. ઉમરેઠની જલ્પા હીંગુની સાસરિયાઓએ હત્યા કરી હોવાનો પરિવારજનોનો આરોપ છે. પરણિતાના શરીર પર ઇજાના નિશાન મળી આવ્યા છે.
પરણીતાએ સુસાઇડ નોટમાં સાસુ-સસરા મા-બાપ ન થયા, પતિ મારો ન થયો જેથી આત્મહત્યા કરૂ છું, તેમ લખ્યું છે. આત્મહત્યા કરનાર જલ્પા હિંગુ પરણિતાના પિતા પક્ષે આત્મહત્યાની દુસ્પ્રેરણા માટે પરણીતા જલ્પા હિંગુના પતિ આકાશ હિંગુ અને સસરા કિરણ હિંગુ, સાસુ છાયા હિંગુ, નણંદ હિરલ હિંગુ સામે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.