શોધખોળ કરો

Ahmedabad Blast 2008 : કયા 38 આરોપીઓને કોર્ટે સંભળાવી ફાંસીની સજા? આ રહ્યું લિસ્ટ

આરોપી નંબર ૧થી  ૧૬, ૧૮, ૨૭, ૨૮, 31, 32, 36, 37, 38, 39, 40, 42, 44, 45, 47, 49,50,60, 63, ૬૯, ૭૦, ૭૫, ૭૮ને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

અમદાવાદઃ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 49 દોષિતોને આજે કોર્ટ દ્વારા સજાનું એલાન કરાયું છે.  38 દોષિતોને ફાંસીની સજા ફટકારી છે. આરોપી નંબર ૧થી  ૧૬, ૧૮, ૨૭, ૨૮, 31, 32, 36, 37, 38, 39, 40, 42, 44, 45, 47, 49,50,60, 63, ૬૯, ૭૦, ૭૫, ૭૮ને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ સિવાયના 11 આરોપીઓને મૃત્યુ પર્યન્ત જેલની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેરેસ્ટ કેસ ગણાવ્યો છે. આ અંગે પત્રકારોને સરકારી વકીલ અમિત પટેલે માહિતી આપી હતી. 

38 આરોપીને થયેલી ફાંસીની સજા બાદ કોર્ટનો બધો રેકોર્ડ હાઇકોર્ટ મોકલવા વિશેષ અદાલતનો આદેશ આપ્યો છે. 11 આરોપીને મૃત્યુ પર્યન્ત કેદની સજા સંભળાવવામાં આવી છે. મૃતકોને 1 લાખ, ગમભીર ઇજા પામેલાઓને 50 હજાર, ઓછી ઇજા પામેલા ઓ ને 25 હજાર વળતર ચૂકવવા હુકમ કર્યો છે. 

38 આરોપીઓને ફાંસીની સજા

જાહીદ ઉર્ફે જાવેદ, ઇમરાન ઇબ્રાહીમ શેખ, ઇકબાલ કાસમ શેખ , સમુસુદ્દીન શેખ, ગ્યાસુદ્દીન અન્સારી, મોહંમદ આરીફ કાગઝી, મોહંમદ ઉસ્માન અગરબત્તીવાળા, હુસૈન મન્સુરી, કમરૂદ્દીન ઉર્ફે રાજા, આમીલ પરવાજ , સીબલી ઉર્ફે સાબીત, સફદર હુસૈન નાગોરી, હાફીજહુસૈન અદનાન, મોહંમદ સાજીક સાદ, અબુબસર ઉર્ફે મુફ્તી શેખ, અબ્બાસ સમેજા, જાવેદ અહેમદ શેખ, મહંમદ ઇસ્માઇલ મન્સુરી, અફઝલ ઉસ્માની, મહંમદ આરીફ શેખ, આસીફ શેખ, મહંમદ આરીફ મીરઝા, કયામુદ્દીન કાપડીયા, મહંમદસૈફ શેખ, જીસાન અહેમદ, ઝીયાઉર રહેમાન, મોહંમદ શકીલ લુહાર, અનીક ખાલીદ મોહંમદ અકબલ ચૌધરી, ફઝલે રહેમાન દુરાની, મોહંમદ નૌસાદ સૈયદ અહેમદબાવા બરેલવી, સરફુદ્દીન સત્તાર, સૈફુર રહેમાન અન્સારી, મોહંમદ અન્સાર સાદુલી અબ્દુલકરીમ, મોહંમદ તનવીર પઠાણ, આમીન ઉર્ફે રાજા, મોહંમદ મોબીન, મોહંમદઅબરાર મણીયાર મોહંમદ રફીક, તૌસીફખાન પઠાણ

પ્રોસિક્યુશને દલીલ કરી હતી કે  આતંકી કૃત્ય છે, જે સાબિત થયું છે.  રેરેસ્ટ ઓફ રેર કેસ છે. નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે.  એમના પરિજનોની સ્થિતિ કોર્ટ ધ્યાને લે. વળતર માટે પણ કોર્ટ હુકમ કરે. નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો, ઇજાઓ પામ્યા... એમના પરિજનોની સ્થિતિ કોર્ટ ધ્યાને લે.  વળતર માટે પણ કોર્ટ હુકમ કરે. હત્યા, ષડયંત્ર, આતંકી કૃત્ય અને દેશ વિરુદ્ધનું યુદ્ધ પુરવાર થયું છે. આરોપીઓને મહત્તમ સજા થવી જોઈએ. આરોપીઓને કોઈ રહેમ ના આપવી જોઈએ.

બીજી તરફ બચાવ પક્ષની મુખ્ય દલીલો હતી કે, આરોપીઓને સુધારાનો અવકાશ. કોર્ટે સજા કરતા પહેલા આરોપીઓની સામાજિક અને પારિવારિક સ્થિતિ ધ્યાને લેવી જોઈએ. જેલ ડીસીપ્લીન એ મહત્તમ સજા માટેનું પાસું ના હોઈ શકે, પણ લઘુત્તમ સજા માટે કોર્ટે એ ધ્યાને લેવી જોઈએ. આરોપીઓની શૈક્ષણિક લાયકાત અને મેડિકલ કન્ડિશન પણ કોર્ટે ધ્યાને લેવી જોઈએ.  આ રેરેસ્ટ ઓફ રેર કેસ ગણી શકાય નહીં... આ પહેલા હત્યાઓ, તોફાનો અને બળાત્કારના કિસ્સાઓ પણ રેરેસ્ટ ઓફ રેર કેસ નહીં ગણી ને ઘણી કોર્ટોએ ઓછી સજા કરી છે, કોર્ટે એ ધ્યાને લેવું જોઈએ

દોષિતોને સજા મામલે કોર્ટમાં સુનાવણી શરૂ થઇ હતી.  આરોપીઓ વર્ચ્યુઅલ હિયરિંગમાં હાજર થયા હતા. 8 ફેબ્રુઆરીએ કોર્ટે 49 આરોપીઓને દોષિત અને 28 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતાં. 15 ફેબ્રુઆરીએ સિરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિતોને સજાના મુદ્દે તમામ પક્ષે સુનાવણી પૂર્ણ થઈ હતી. જેમાં વિશેષ અદાલતે બચાવ પક્ષના વકીલોની અને પ્રોસીક્યુશનનો પક્ષ સાંભળ્યો હતો. હવે આ કેસમાં 49 દોષિતોને સજા સંભળાવી હતી.

નોંધનીય છે કે 6 જુલાઈ 2008ના રોજ અમદાવાદ શહેરના 20 જેટલા વિસ્તારમાં સિરિયલ બોંબ વિસ્ફોટ થયા હતા. જેમાં 56 લોકોના મૃત્યુ અને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ કેસમાં અમદાવાદમાં 20 અને સુરતમાં 15 એફઆઈઆર નોંધાઈ હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં કુલ 99 આંતકવાદીને આરોપી ગણાવાયા હતા. જે પૈકી 82 જેટલા શખ્સની ધરપકડ કરાઈ હતી. જે બાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થયો હતો. જેમાં 49 આરોપીઓને દોષિત જાહેર કરાયા હતા. જ્યારે 28 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા હતા. 

કઈ કલમ અંતર્ગત કેટલી સજાની છે જોગવાઇ?

120 બી હેઠળ સજા... આજીવન કેદ
121 એ હેઠળ..10 વર્ષ
124 એ હેઠળ... આજીવન કેદ
307 હેઠળ...10 વર્ષ
326 હેઠળ..10 વર્ષ
435 હેઠળ... 7 વર્ષ 
UAPA એકટની કલમ 20 હેઠળ આજીવન કેદ
એક્સપોલીઝીવ સબસ્ટન્સ એક્ટ હેઠળ 10 વર્ષની સજા
પબ્લિક પ્રોપર્ટી ડેમેજ કરવા બદલ 7 વર્ષની સખત કેદ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Embed widget