શોધખોળ કરો
અમદાવાદના બિઝનેસમેને ઝેરી દવા પીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ, જાણો કારણ
વરિયા એન્જિનિયરિંગ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના માલિક હિમાંશુ વરિયાએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અને આજે સાંજે વટવા જીઆઇડીસી ફેજ-4 પાસે ગાડીમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

અમદાવાદ: વટવા GIDCમાં વરિયા એન્જિનિયરિંગ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના માલિક હિમાંશુ વરિયાએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અને આજે સાંજે વટવા જીઆઇડીસી ફેજ-4 પાસે ગાડીમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા હતાં. હાલમાં તેઓ એલજી હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ છે અને હાલ તેઓ ભાનમાં છે. હિમાંશું વરિયા સેટેલાઈટ વિસ્તારમાં રહે છે. અમદાવાદના બિઝનેસમેન હિમાંશુ વરિયાએ આત્મહત્યા પહેલા સોશિયલ મીડિયામાં એક સુસાઈડ નોટ મુકી હતી જે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ હતી. સુસાઈડ નોટ મુક્યા બાદ હિમાંશુએ ઝેરી દવા પીધી હતી.
વધુ વાંચો





















