Ahmedabad: ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્તિ
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે અરવિંદ કુમારે 13 ઓક્ટોબર 2021ના કાર્યભાર સંભાળ્યો હતો
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ અરવિંદ કુમારને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અરવિંદ કુમારની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકેની નિયુક્તિને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટની કોલેજિયમે સુપ્રીમના જજ તરીકે બે નામોની ભલામણ કરી હતી. જેમાં એક નામ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારનું હતું. અરવિંદ કુમાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે અરવિંદ કુમારે 13 ઓક્ટોબર 2021ના કાર્યભાર સંભાળ્યો હતો. ગુજરાતના ચીફ જસ્ટિસ પહેલા અરવિંદ કુમાર કર્ણાટક હાઈકોર્ટના જજ પણ રહી ચૂક્યા છે. અરવિંદ કુમારે વર્ષ 1987માં એડવોકેટ તરીકે પ્રેકટિસ શરૂ કરી હતી.
Rajesh Bindal, Chief Justice, Allahabad HC and Aravind Kumar, Chief Justice, Gujarat HC appointed as Judges of the Supreme Court: Union Law Minister Kiren Rijiju pic.twitter.com/AMBGZVllFk
— ANI (@ANI) February 10, 2023
TAPAS Drone: એક જ ઝાટકે કરશે દુશ્મનનો ખાત્મો, ભારતનું પ્રથમ સ્વદેશી ડ્રોન ‘તપસ’ રાખશે બધા પર નજર, આવતા અઠવાડિયે ભરશે ઉડાન
UAV Drone Tapas BH 201: ભારતમાં બનેલું પહેલું સ્વદેશી અદ્યતન રિકોનિસન્સ ડ્રોન એટલે કે માનવરહિત વાહન (UAV) આવતા અઠવાડિયે લોકોની સામે ઉડતું જોવા મળશે. આવતા અઠવાડિયે બેંગલુરુમાં યોજાનારા એરો ઈન્ડિયા શોમાં તપસ ડ્રોન (તપસ BH-201) સૌની સામે પ્રથમ વખત ઉડતું બતાવવામાં આવશે.
એરો ઈન્ડિયા શોમાં DRDOનું તપસ ડ્રોન તેમજ 180 થી વધુ વિમાન ઉડશે. મળતી માહિતી મુજબ, આ એરો શોમાં તપસ-બીએચ પોતાના ગુણો બતાવશે. તપસ ઉપરાંત અન્ય સ્વદેશી લડાયક ડ્રોન ઘટક પણ આ વર્ષે જૂન-જુલાઈમાં તેની પ્રથમ ઉડાન ભરવા માટે તૈયાર છે.
તપસ ડ્રોનની વિશેષતાઓ શું છે?
તપસ (TAPAS)નું પૂરું નામ ટેક્ટિકલ એરબોર્ન પ્લેટફોર્મ ફોર એરિયલ સર્વેલન્સ બિયોન્ડ હોરાઇઝન છે (Tactical Airborne Platform for Aerial Surveillance-Beyond Horizon). ડીઆરડીઓએ જ તે બનાવ્યું છે.
TAPAS ડ્રોનનો ઉપયોગ માત્ર સરહદોની દેખરેખ માટે જ નહીં પરંતુ દુશ્મનો પર હુમલો કરવા માટે પણ થઈ શકે છે. તપસનું ઉત્પાદન 2016થી શરૂ કરવામાં આવ્યું છે. જો કે હજુ સુધી તેનો ભારતીય સેનામાં સમાવેશ કરવામાં આવ્યો નથી. માનવામાં આવે છે કે આ ઉડાન બાદ તે જલ્દી જ ભારતીય સેનામાં જોડાઈ જશે.
તાપસ બીએચ 201 ડ્રોન 350 કિલોગ્રામના પેલોડ સાથે ટેક ઓફ કરી શકે છે. તેની લંબાઈ 9.5 મીટર અને પાંખો 20.6 મીટર છે. તાપસ ડ્રોનનું ખાલી વજન 1800 કિલો છે. ડ્રોનને પાવર આપવા માટે, પ્રોટોટાઇપમાં બે NPO Saturn 36T ટર્બોપ્રોપ એન્જિન પાંખો પર લગાવેલા હતા. આ દરેક 100 હોર્સપાવર પહોંચાડવામાં સક્ષમ હતા