'અંતે અતિક્રમણ હટ્યું' - અશાવલમાંથી ચંડોળા સુધીની સફળ, એકસમયે ખેતી-સિંચાઇ માટેનું કેન્દ્ર હતુ ચંડોળા તળાવ, વાંચો ઇતિહાસ
Ahmedabad Chandola Lake: છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદનો ઐતિહાસિક વારસો કહેવાતા ચંડોળા તળાવની આખી ભૂગોળ બદલી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે

Ahmedabad Chandola Lake: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશભરમાં તમામ જગ્યાએ ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કડીમાં આજે ગુજરાત સરકારે પણ અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગેરકાયદે વસી રહેલા બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે બૂલડૉઝર એક્શન શરૂ કર્યુ છે, આજે સવારથી શરૂ કરવામાં આવેલી એક્શનમાં શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં આવેલી ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓને તોડી પડાઇ છે. આ કામગીરીમાં એએમસી તંત્રની સાથે મોટી સંખ્યામાં અમદાવાદમાં પોલીસનો કાફલો પણ તૈનાત રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કાર્યવાહી અગાઉ અહીંથી ગેરકાયદેસર રીતે રહેતા લોકોને ઝડપી લેવામાં આવ્યા બાદ હવે અહીં ઓપરેશન ક્લિન ચંડોળા હાથ ધરવામાં આવ્યું હતું.
છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદનો ઐતિહાસિક વારસો કહેવાતા ચંડોળા તળાવની આખી ભૂગોળ બદલી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. માત્ર 14 વર્ષમાં જ તળાવનો આખો નકશો બદલાઈ ગયો છે. વર્ષ 2010માં ચંડોળા તળાવની આજુબાજુ હરિયાળી અને તળાવની જળસંગ્રહ ક્ષમતા અનોખી હતી. પરંતુ વર્ષ 2025માં એટલે કે 14 વર્ષ બાદ અહીંની તસવીર બદલાઇ ગઇ છે. હાલમાં તળાવની આસપાસના વિસ્તારમાં મોટા પાયે અતિક્રમણ થયું તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. ચંડોળા તળાવ પર મોટા પાયે ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા હોવાનો ખુલાસો અનેકવાર થઈ ચૂક્યો છે. મોટા પાયે બાંગ્લાદેશીઓ ગેરકાયદે જમીન હડપ કરી છે. સ્થાનિક મુસ્લિમોએ તળાવને ગેરકાયદે પ્રવૃત્તિઓનો અડ્ડો બનાવ્યો છે.
ચંડોળા તળાવ હાલ બાંગ્લાદેશી ઘૂષણખોરોનું સૌથી મોટું આશ્રયસ્થાન બની ગયું છે. છેલ્લા 14 વર્ષમાં ચંડોળા તળાવનું કદ ઝડપથી ઘટ્યુ છે, અને તેની અંદર પાકાં મકાનો, મસ્જિદ અને નાની ફેક્ટરીઓ શરૂ થઈ ગઈ છે, જેના કારણે તળાવનું ઇકોલોજીકલ અને ઐતિહાસિક મહત્વ ખતરામાં આવી ગયું છે.
શું છે અમદાવાદના ઐતિહાસિક ચંડોળા તળાવનો ઈતિહાસ
અમદાવાદનો ચંડોળા વિસ્તાર પહેલા અશાવલ નામે ઓળખાતો હતો. આશાવલના સમયે સિંચાઈ, પાણીના સંગ્રહ માટે મહત્વનું હતું. ખેતી અને પશુપાલન માટે ચંડોળામાંથી પાણી પૂરું પડાતું હતું. અહમદ શાહના સમયે ચંડાળાનો ઉપયોગ શાહી બગીચા માટે થયો હતો. મુગલ, મરાઠાઓએ તળાવનો ઉપયોગ સિંચાઈ, પીવાના પાણી માટે કર્યો હતો. બ્રિટિશ શાસનમાં શહેરની વધતી વસતીને પાણી આપવા માટે આ તળાવનો ઉપયોગ થયો હતો. બ્રિટિશ કાળમાં તળાવની જાળવણી ન થઈ અને જમીન પર બાંધકામો થયા હતા. 1930માં દાંડી યાત્રા દરમિયાન ગાંધીજીએ તળાવ નજીક આરામ કર્યો હતો. 1970-80માં ઔદ્યોગિક વિકાસને કારણે ગેરકાયદે વસાહતો બની ગઈ. 1970-80માં મોટા પાયે તળાવની જમીન પર અતિક્રમણ વધ્યું. અત્યારે હાલ પર તળાવ પર મોટા પાયે દબાણ થયેલું છે.
ઐતિહાસિક મહત્વ ધરાવતા અમદાવાદના ચંડોળા તળાવમાં 1970-1980ના દાયકાથી જ સ્થળાંતર અને વસાહતો શરૂ અને ધીરે ધીરે ગેરકાયદે દબાણો થવા લાગ્યા. આજે એક અંદાજ મુજબ સવા લાખ ચોરસ મીટર જગ્યામાં ગેરકાયદે બાંધકામો બની ગયા છે. આ દબાણોને કારણે સરકારને છેલ્લા 14 વર્ષમાં અંદાજિત 500 કરોડથી વધુનું નુકસાન ગયું છે. અમદાવાદનું ચંડોળા તળાવ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત માટે ટોક ઓફ ટાઉન રહ્યું છે. તળાવમાં થયેલા દબાણો, ગેરકાયદે પ્રવૃત્તિઓ અને ઘૂષણખોરોના આશ્રયસ્થાનને કારણે તે ચર્ચામાં રહે છે.





















