AHMEDABAD : રથયાત્રાના ચુસ્ત બંદોબસ્ત માટે અમદાવાદ શહેરની પોલીસને 238 બોડી વોર્ન કેમેરા અપાયા
Ahmedabad News : ભગવાન જગન્નાથજીની રથયાત્રા નજીક આવી રહી છે તેવામાં શહેરની પોલીસ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ન થાય તે માટે સજ્જ છે.
AHMEDABAD : ટ્રાફિક પોલીસ સાથે દંડની રકમ વખતે વાહનચાલકોને અવારનવાર થતા ઘર્ષણ નિવારવા માટે હવે રાજ્યનું પોલીસ તંત્ર અમેરિકાની ટેક્નોલોજીથી અતિ આધુનિક થવા જઈ રહ્યું છે. દેશમાં સૌ પ્રથમ ગુજરાત સરકાર દ્વારા એક સાથે 10 હજાર બોડી વોર્ન કેમેરા પોલીસ તંત્રને ફાળવવા આવ્યા છે, જેમાંથી અમદાવાદ શહેરની પોલીસને રથયાત્રાના બંદોબસ્ત માટે 238 બોડી વોર્ન કેમેરા અપાયા છે.
અમદાવાદ શહેરની પોલીસને 238 બોડી વોર્ન કેમેરા અપાયા
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નજીક આવી રહી છે તેવામાં શહેરની પોલીસ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ન થાય તે માટે સજ્જ છે અને એના માટે અલગ-અલગ પ્રકારની તૈયારી કરવામાં આવી છે. શહેરની પોલીસને 238 બોડી વોર્ન કેમેરા આપવામાં આવ્યા છે જે પોલીસ કર્મીની છાતી પર જમણી બાજુ લગાવવામાં આવે છે અને તેના વિડીયોની કંટ્રોલ રૂમમાં સ્ક્રિન પર નજર રાખવામાં આવશે.
કેમેરાથી ગાંધીનગરમાં લાઈવ રેકોર્ડિંગ થશે
રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાના પોલીસને બોડીવોર્ન કેમેરા ફાળવવામાં આવ્યા છે. જેમાં બે પ્રકારના કેમેરા છે જેમાં અમુક કેમેરા લાઈવ રેકોર્ડીંગવાળા છે. ગાંધીનગર ખાતે બોડીવોર્ન કેમેરાનો કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. જેમાં કોમી રમખાણો, વીવીઆઈપી સુરક્ષા, રેલી, જૂથ અથડામણ જેવી ઘટનાઓનું ગાંધીનગર ખાતેના કંટ્રોલ રૂમમાંથી લાઈવ જોઈ શકાશે અને ત્વરીત એક્શન લેવામાં ઉપયોગી થઈ શકશે. સાથે જ કોઈ મોટી રેડ દરમિયાન અથવા તો આરોપીને પકડવા સમયે પણ આ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે.
તમામ ગતિવિધિઓ થશે રેકોર્ડ
રાજ્ય સરકાર દ્વારા પોલીસ અને લોકો વચ્ચે થતા ઘર્ષણ અટકાવવા માટે બોડીવોર્ન કેમેરાનો પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે. અને પોલીસ અધિકારી અને કર્મચારીઓ પોતાની વર્દી ઉપર કેમેરા લગાડવામાં આવશે આ કેમેરામાં 50 થી 60 મિટરના અંતરમાં થયેલી તમામ ગતિવિધ વિડિયો અને ઓડિયો સાથે રેકોર્ડ થશે. જેથી પોલીસ અને લોકો વચ્ચે બનેલા બનાવનું યોગ્ય પુરાવા મળી રહેશે.