શોધખોળ કરો

અમદાવાદઃ બિઝનેસમેનની પુત્રીની અશ્લીલ તસવીરો-વીડિયો જાહેર કરવાની ધમકી આપી કોન્સ્ટેબલે માંગ્યા 15 લાખ......

બિઝનેસમેનની પુત્રીની અશ્લીલ તસવીરો, વીડિયો પોતાની પાસે હોવાનો દાવો કરીને આ વીડિયો તથા તસવીરો વાયરલ કરવાની ધમકી આપી કોન્સ્ટેબલે ખંડમી માંગી હતી.

અમદાવાદઃ અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલે તેની ફ્રેન્ડ સાથે મળીને બિઝનેસમેનને બ્લેકમેઈલ કરવાની ધમકી આપી રૂપિયા 15 લાખની ખંડણી માગી હતી. બિઝનેસમેનની પુત્રીની અશ્લીલ તસવીરો, વીડિયો પોતાની પાસે હોવાનો દાવો કરીને આ વીડિયો તથા તસવીરો વાયરલ કરવાની ધમકી આપી કોન્સ્ટેબલે ખંડમી માંગી હતી. જો કે બિઝનેસેમેને ખંડણી આપવાના બદલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરતાં પોલીસે બંનેને ઝડપી લીધાં છે. નિકોલ વિસ્તારમાં રહેતા આ 46 વર્ષીય બિઝનેસમેન એમ્બ્રોઇડરી કારખાનું ધરાવી વેપાર કરે છે. તેમના પરિવારમાં પત્ની, બે પુત્રી, એક પુત્ર છે. આ બિઝનેસમેનની 22 વર્ષની પુત્રીએ ગયા વરસે ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું અને હાલ ઘરે જ છે. બિઝનેસમેન પર 22 મે ના રોજ અજાણ્યા નંબર પરથી મિસ્ડ કોલ આવ્યો હતો. એ પછી વોટ્સઅપ મેસેજ આવ્યો હતો કે, તારી દીકરી કોલેજમાં કોની કોની સાથે ફરતી અને તેણે કેવા ધંધા કર્યા છે તેના ફોટા અને ક્લિપો મારી પાસે છે. મારા સુધી પહોંચવાની કોશિશ કરશો તો હું આ ફોટો અને ક્લિપો જાહેર કરી દઈશ. મને પોલીસના લફરાં ના જોઈએ. એવું કર્યું તો હું તો પકડાઈ જઈશ પણ બધું જાહેર થઈ જશે તો આબરૂ જશે. આબરૂ બચાવવી હોય તો 15 લાખ રૂપિયા તૈયાર રાખજો. બિઝનેસમેનના ફોન પર 24 મેના રોજ સવારે કોલ આવ્યો હતો. ફોન કરનારે પૂછ્યું હતું કે, પૈસાનું શું થયું ? તેણે ફરી ધમકી આપી હતી કે, પોલીસમાં ફરિયાદ કરી તો હું પકડાઈ જઈશ અને દોઢ વર્ષ જેલમાં રહીશ પણ પછી છૂટી પણ જઈશ પછી તમને જાનથી મારી નાખીશ માટે 15 લાખ આપી દો. આ બિઝનેસમેને સાઇબર ક્રાઇમમાં અરજી કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ કરતાં મોબાઇલ લાલુ મચ્છેલાનો હોવાનું ખૂલ્યું હતું પણ તેની પાસેથી ફોન ગુમ થયો હતો. પોલીસે વધુ તપાસ કરતાં આ મોબાઇલ ઓઢવના પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ નવલસિંહ પરમાર પાસે હોવાનું ખૂલ્યું હતું. મોબાઇલનું લોકેશન અને અવાજ તપાસતાં અવાજ પણ કોન્સ્ટેબલ દશરથનો હોવાનું ખૂલ્યું હતું. પોલીસ તપાસમાં દશરથ સાથે તેની બહેનપણી રૂપલ પ્રવીણ મહેસૂરિયા પણ સામેલ હોવાનું બહાર આવ્યું હતું. બિઝનેસમેનની પુત્રી રૂપલને ઓળખતી હતી તેથી તેણે જ દશરથને આ પ્લાન સૂચવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Embed widget