અમદાવાદમાં કોરોનાનો વધ્યો કહેરઃ 40 સોસાયટી માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં, જાણો વિગત
શહેરમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનનો આંકડો 40 ઉપર પહોંચ્યો છે. નવા 4 સ્થળ સાથે કુલ 40 સોસાયટીઓ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં આવી ગઈ છે.
અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને દૈનિક કેસો હજાર આસપાસ પહોંચી ગયો છે, જેમાંથી 50 ટકા કેસો તો માત્ર અમદાવાદમાં જ આવી રહ્યા છે. શહેરમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનનો આંકડો 40 ઉપર પહોંચ્યો છે. નવા 4 સ્થળ સાથે કુલ 40 સોસાયટીઓ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં આવી ગઈ છે. મધ્ય ઝોનમાં એક, પશ્ચિમ ઝોનમાં એક અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં એક સોસાયટી માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં આવી ગઈ છે.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 968 કેસ નોંધાયા છે. બીજી તરફ 141 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,896 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.22 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. આજે 1,01,471 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 396, સુરત કોર્પોરેશનમાં 209, વડોદરા કોર્પોરેશનમાં 64 , રાજકોટ કોર્પોરેશનમાં 40, ખેડામાં 36, આણંદ 29, વલસાડ 27, નવસારી 21, રાજકોટ 20, કચ્છ 17, ગાંધીનગર કોર્પોરેશનમાં 14, સુરત 14, ભરુચ 9, ભાવનગર કોર્પોરેશન 9, અમદાવાદ 8, ગાંધીનગર 6, ગીર સોમનાથ 5, વડોદરા 5, અમરેલી 4, જૂનાગઢ 4, જૂનાગઢ કોર્પોરેશન 4, મહીસાગર 4, દેવભૂમિ દ્વારકા 3, મહેસાણા 3, મોરબી 3, તાપી 3, બનાસકાંઠા 2, જામનગર 2, જામનગર કોર્પોરેશનમાં 2, પંચમહાલમાં 2, સાબરકાંઠા 2 અને ભાવનગરમાં એક નવો કેસ નોંધાયો છે.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 4753 કેસ છે. જે પૈકી 6 વેન્ટીલેટર પર છે, જ્યારે 4747 નાગરિકો સ્ટેબલ છે. 8,18,896 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10120 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે વલસાડમાં 1 મોત થયું છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 1 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 179 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 2411 લોકોને પ્રથમ અને 20875 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 9430 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 68575 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,01,471 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,96,88,888 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. અરવલ્લી, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, નર્મદા, પાટણ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.