શોધખોળ કરો

અમદાવાદ: પાલડીના NID કેમ્પસમાં કોરોના વિસ્ફોટ, 37 લોકોને કોરોના, માઈક્રો કન્ટેન્મેટ જાહેર કરાયું

કોરોનાની ત્રીજી લહેર બાદ ફરીથી અમદાવાદ શહેરમાં કોરોના કેસ વધ્યા છે. એનઆઇડીમાં કોરોનાના કુલ કેસ 37એ પહોંચી ગયા છે. ગઈ કાલે પણ 11 વિદ્યાર્થીઓ અને બે સ્ટાફને કોરોના પોઝિટીવ આવ્યો હતો.

અમદાવાદઃ કોરોનાની ત્રીજી લહેર બાદ ફરીથી અમદાવાદ શહેરમાં કોરોના કેસ વધ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલી એક યાદી પ્રમાણે શહેરના પાલડી વિસ્તારમાં આવેલા NID (નેશનલ ઈંસ્ટીટ્યુટ ઓફ ડિઝાઈન) કેમ્પસમાં મોટા પ્રમાણમાં એક સાથે કોરોના કેસ નોંધાતા કેમ્પસના બોયઝ હોસ્ટેલનો C બ્લોક માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે. આ સાથે એનઆઇડીમાં કોરોનાના કુલ કેસ 37એ પહોંચી ગયા છે. ગઈ કાલે પણ 11 વિદ્યાર્થીઓ અને બે સ્ટાફને કોરોના પોઝિટીવ આવ્યો હતો. આમ, કુલ 35 વિદ્યાર્થી અને બે સ્ટાફ મળી કુલ 37 લોકો સંક્રમિત છે.  NIDમાં ઓનલાઇન શિક્ષણ શરૂ કરાયું છે. 

પાલડીમાં આવેલા NID કેમ્પસમાં પહેલા દિવસે થયેલા કોરોના ટેસ્ટિંગમાં 24 કોરોના પોઝિટિવ કેસ મળ્યા હતા. આ પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓમાં કેટલાક વિદ્યાર્થીઓ વિદેશના હોવાનું પણ જાણવા મળ્યું છે. જેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે પગલાં લેવામાં આવ્યા હતા. NID કેમ્પસમાં રહેતા વિદ્યાર્થીઓમાં સંક્રમણના ફેલાય તે માટે શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે. આ સાથે બોયઝ હોસ્ટેલનો C બ્લોક માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે અને 178 વિદ્યાર્થીઓ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ત્યારે હવે અચાનક કોરોના વિસ્ફોટ થતાં તંત્ર દોડતું થયું છે અને પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ પણ કરવામાં આવી રહી છે.

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને કોર્ટ આપી મોટી રાહત, જાણો સમગ્ર મામલો

અમદાવાદ: કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને કોર્ટ તરફથી મોટી રાહત આપવામાં આવી છે.  હાર્દિક પટેલ અને અન્યો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ તોડફોડ અને રાયોટીંગનાના ગુના સબબ થયેલી ફરિયાદ પરત ખેંચવા રાજ્ય સરકારે કરેલી રિવિઝન અરજી સેશન્સ કોર્ટે મંજૂર કરી છે. જેમાં હાર્દિક પટેલ અને અન્ય 20 આરોપીઓને રાહત મળી છે. નોંધનિય છે કે પાટીદાર આંદોલન સમયે રાજ્યમાં ઘણી જગ્યાએ તોડફોડની ઘટના બની હતી. જે મામલે પોલીસ ફરિયાદ પણ થઈ હતી. તો બીજી તરફ હાર્દિક પટેલની ચૂંટણી લડવાનો માર્ગ પહેલા જ મોકળો થઈ ચૂક્યો છે.

નરેશ પટેલ 15 મેએ રાજકારણમાં એન્ટ્રીની કરશે જાહેરાત, જાણો કયા પક્ષમાં જોડાશે
રાજકોટ: ખોડલધામ ચેરમેન નરેશ પટેલે હાલમાં દિલ્હીમાં ધામા નાખ્યા છે. તેઓ કોંગ્રેસના રાષ્ટ્રિય નેતાઓ સાથે આજે સાંજે બેઠક કરશે. અત્યાર સુધીમાં નરેશ પટેલ કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ સાથે બેઠક કરી ચુક્યા છે. તો બીજી તરફ નરેશ પટેલને રાજકારણમાં જવું કે નહીં તે બાબતે મોટા ભાગનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. આગામી 15 મે આસપાસ નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે કેમ તે બાબતે જાહેરાત કરશે. તો બીજી તરફ હાલમાં ગુજરાત કોંગ્રેસના 4 ધારાસભ્યો પણ દિલ્હી પહોચ્યા છે. નરેશ પટેલ સાથે દિલ્હીમાં કોંગ્રેસના 4 ધારાસભ્યો પણ પહોંચ્યા છે. નરેશ પટેલ સાથે ધારાસભ્ય પ્રતાપ દુધાત, લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલ દિલ્હી પહોંચ્યા છે. નરેશ પટેલ અને કોંગ્રેસના 4 MLA એ કે. સી વેણુગોપાલ સાથે બેઠક કરી. બેઠકમાં રણનીતિકાર પ્રશાંત કિશોર પણ સામેલ હતા. તેથી હવે કહી શકાય કે નરેશ પટેલ ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાય તો નવાઈ નહીં.

Mission 2022: ગુજરાત કોંગ્રેસ દ્વારા આદિવાસી સત્યાગ્રહની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. આવતીકાલે રાહુલ ગાંધીની હાજરીમાં દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ યોજાશે. મિશન 2022ની ચૂંટણી માટે રાહુલ ગાંધીની સૌ પ્રથમ જાહેરસભા છે. આદિવાસી વિસ્તારથી રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. આદિવાસીઓના અધિકાર અંગે કોંગ્રેસ વાત કરશે. નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાનમાં કોંગ્રેસ આદિવાસી સત્યાગ્રહ કરશે. રાહુલ ગાંધી સભા સંબોધ્યા બાદ કોંગ્રેસના નેતાઓ સાથે બે બેઠક પણ કરશે. એક બેઠક આદિવાસી આગેવાનો અને અન્ય સિનિયર નેતાઓ સાથે કરશે જ્યારે બીજી બેઠક ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો સાથે કરશે.

Gujarat: ભાજપનો ભરતી મેળોઃ કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા ભાજપમાં થયા સામેલ, જાણો વિગત
વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓનું ભાજપમાં જોડાવાનું શરૂ જ છે. તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. દાતાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા વસંત ભટોળ ભાજપમાં જોડાયા છે. આજે કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે કેસરિયો ખેસ પહેર્યો હતો. તેઓ પોતાના સમર્થકો સાથે કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather NewsDelhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાંSharemarket : શેરમાર્કેટ ખૂલ્યુ ભારે ઉછાળા સાથે, સેન્સેક્સ ખૂલ્યો 450 પોઈન્ટના વધારા સાથેAmreli: MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Embed widget