શોધખોળ કરો
Coronavirus: અમદાવાદમાં આજે કોરોનાના કેટલા નોંધાયા કેસ ? કેટલા લોકોના થયા મોત ? જાણો વિગત
અમદાવાદમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૩૫,૪૨૭ પર પહોંચી છે. કોરોનાના કારણે અમદાવાદ શહેરમાં ૧૭૮૭ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.

અમદાવાદઃ ગુજરાતમાં ઓક્ટોબરની શરૂઆતમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે. આજે રાજ્યમાં 1311 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 9 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3531 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,485 એક્ટિવ કેસ છે, જ્યારે 1,26,657 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,399 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,46,673 પર પહોંચી છે. આજે અમદાવાદમાં કોરોનાના 173 કેસ નોંધાયા હતા અને 3 લોકોના મોત થયા હતા. અમદાવાદમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૩૫,૪૨૭ પર પહોંચી છે. કોરોનાના કારણે અમદાવાદ શહેરમાં ૧૭૮૭ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. શહેરમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો સતત ત્રીજા દિવસે ઘટ્યો છે. હાલ શહેરમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો ૩૨૨૯ છે. છેલ્લા ૨૪ કલાકમાં અસારવા સિવિલમાં ૨ અને ખાનગી હોસ્પિટલમાં ૧ એમ કુલ ૩ દર્દીનાં મોત થયા છે. પશ્ચિમઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો ૫૯૩, દક્ષિણ પશ્ચિમઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો ૪૭૦, ઉત્તર પશ્ચિમઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો ૫૭૪, પૂર્વઝોનમાં કોરોના એકટીવ કેસનો આંકડો ૪૩૮, ઉત્તરઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો ૩૨૩, દક્ષિણઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો ૫૦૪, ઉત્તરઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો ૩૨૩ છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
ગુજરાત
ગુજરાત





















