Ahmedabad Corona Cases: રાજ્યના આ શહેરમાં 10 જ દિવસમાં 50 હજારથી વધુ કેસ નોંધાતા હાહાકાર
શનિવારે શહેરમાં કોરોનાના નવા ૪૯૮૦ કેસ નોંધાતા અત્યાર સુધીમાં કુલ ૧,૬૫,૬૯૫ કેસ નોંધાયા છે.શનિવારે ૨૧ લોકોના મોત થતા ગત માર્ચથી અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ ૨૮૬૮ લોકોના મરણ થવા પામ્યા છે.
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં એપ્રિલ મહિનામાં સતત વધતા જોવા મળેલા કોરોનાના કેસ બાદ મે મહિનાના પહેલા દિવસે દૈનિક કેસમાં ૪૧૧ કેસનો ઘટાડો થવા પામ્યો છે. શનિવારે ૨૪ કલાકમાં શહેરમાં નવા ૪૯૮૦ કેસ અને ૨૧ લોકોના મોત થયા હતા.આમ દૈનિક કેસ અને મૃત્યુઆંક બંનેની સંખ્યામાં ઘટાડો નોંધાવા પામ્યો છે.સારવાર બાદ ડીસ્ચાર્જ લેનારાની સંખ્યા પણ વધીને ૩૧૮૨ ઉપર પહોંચી છે.એકિટવ કેસની સ્થિતિ હજુ ચિંતાજનક છે.હાલ શહેરમાં એકિટવ કેસની સંખ્યા ૬૪૧૯૯ ની સપાટીએ છે.
અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં નોંધાયેલા કેસ
તારીખ |
કેસ |
મોત |
1 મે |
4980 |
21 |
30 એપ્રિલ |
5391 |
23 |
29 એપ્રિલ |
5258 |
25 |
28 એપ્રિલ |
5672 |
26 |
27 એપ્રિલ |
5669 |
26 |
26 એપ્રિલ |
5619 |
26 |
25 એપ્રિલ |
5790 |
27 |
24 એપ્રિલ |
5617 |
25 |
23 એપ્રિલ |
5411 |
21 |
22 એપ્રિલ |
5142 |
23 |
કુલ |
54549 |
243 |
શહેરમાં કુલ કેટલા નોંધાયા કેસ
શનિવારે અમદાવાદ શહેરમાં કોરોનાના નવા ૪૯૮૦ કેસ નોંધાતા અત્યાર સુધીમાં કુલ ૧,૬૫,૬૯૫ કેસ નોંધાયા છે.શનિવારે ૨૧ લોકોના મોત થતા ગત માર્ચથી અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ ૨૮૬૮ લોકોના મરણ થવા પામ્યા છે.શનિવારે શહેરમા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કુલ ૩૧૮૨ લોકોને રજા આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ ૯૬૮૫૧ લોકો કોરોના મુકત થયા છે.આમ આ વર્ષે માર્ચ મહિનાથી અમદાવાદ શહેરમાં કોરોનાની બીજી લહેર ઉપર ફરી એક વખત નિયંત્રણ લાવી શકાશે એવી સંભાવના જોવા મળી રહી છે.
રાજ્યમાં શું છે કોરોનાનું ચિત્ર
રાજ્યમાં ૨૪ એપ્રિલ બાદ પ્રથમવાર દૈનિક કેસનો આંક ૧૪ હજારથી નીચે ગયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૫,૮૧,૬૨૪ છે જ્યારે કુલ મરણાંક ૭,૩૫૫ છે. હાલમાં ૧,૪૨,૧૩૯ એક્ટિવ કેસ છે જ્યારે ૬૩૭ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં અત્યારસુધીના સૌથી વધુ ૧૦,૫૮૨ દર્દીએ કોરોના હરાવ્યો છે. અત્યારસુધી કુલ ૪,૨૯,૧૩૦ દર્દીઓ કોરોનાથી સાજા થઇ ચૂક્યા છે.
રાજ્યમાં 18 થી 44 વર્ષના કેટલા લોકોએ લીધી રસી
રાજ્યમાં શનિવારે 18 વર્ષથી 44 વર્ષ સુધીના વ્યક્તિના રસીકરણનો શુભારંભ થયો હતો અને 55,235 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરાયું હતું. વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 98,11,863 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 24,92,496 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,23,04,359 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.