શોધખોળ કરો

Ahmedabad: ક્રાઈમ બ્રાન્ચે કરી બે ખાનદાની ચોરની ધરપકડ, માતા સામે છે 100થી વધારે ગુના, વર્ષોથી ચોરીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે પરિવાર

અકબર સૈફી નામના આરોપીની માતા રજીયા સુલતાન સામે તો 100 થી વધારે ચોરીની ફરિયાદ થઈ ચૂકી છે. આરોપી અકબર સૈફી 18 વર્ષનો હતો ત્યારથી તસ્કરી ગેંગમાં સામેલ થયો હતો.

અમદાવાદ:  ક્રાઈમ બ્રાન્ચની ટીમે ખાનદાની ચોર પરિવારના બે સભ્યોની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલ અકબર અને રમેશ નામના આરોપી કુખ્યાત ગેંગના સભ્યો છે કે જેઓ મુંબઈ, બેંગલોર, દિલ્હી, અને ગુજરાતમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતા. સૌથી મહત્વપૂર્ણ અને રોચક બાબતે છે કે ઝડપાયેલ બન્ને આરોપીઓ માત્રને માત્ર ફ્લેટમાં જ ચોરીની ઘટનાઓને અંજામ આપવા માટે ટેવાયેલ હતા. કારણ કે વર્ષોથી ફ્લેટમાં ચોરી કરવાની આદત બંધ બેસી ગઈ હતી. 

અકબર સૈફી નામના આરોપીની માતા રજીયા સુલતાન સામે તો 100 થી વધારે ચોરીની ફરિયાદ થઈ ચૂકી છે. આરોપી અકબર સૈફી 18 વર્ષનો હતો ત્યારથી તસ્કરી ગેંગમાં સામેલ થયો હતો. બન્ને આરોપીઓએ ભૂતકાળમાં એકવાર દુકાનના શટર તોડવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ નિષ્ફળ ગયા હતા જેથી તેમને ચોરી કરવા માટે ફ્લેટને ટાર્ગેટ કરતા હતા. ઝડપાયેલ આરોપીઓ ઉપર અલગ અલગ રાજ્યોમાં ચોરીની ઘટના મામલે ફરિયાદ નોંધાઈ ચૂકી છે.

અમદાવાદની ક્રાઈમ બ્રાંચ ટીમને બાતમી મળી હતી કે મણિનગર વિસ્તારમાં થયેલીની ચોરીના મુદ્દા માલ સાથે આરોપીઓ સેટેલાઈટ વિસ્તારમાં હતા. આરોપી પાસે 74 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ અને ચોંકાવનારી બાબતો પણ સામે આવી છે. આરોપીઓ ફ્લેટમાં ચોરી કરવા માટે તેઓ સવારે 11 થી 5 વાગ્યા સુધીનો સમય પસંદ કરતા. એટલે કે માત્ર ને માત્ર દિવસ દરમિયાન જ તેઓ ફ્લેટમાં ઘૂસી ચોરી કરતા, ફ્લેટ એટલા માટે પસંદ કરતા કેમ કે નાના ફ્લેટમાં ઝડપથી ચોરીની ઘટનાને અંજામ આપી શકાય અને વધુ મહેનતની જરૂર ન પડે. 

ચોરી કરવા માટે તેઓ અલગ અલગ રાજ્યમાં જતા અને બનાવટી આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ પણ તૈયાર કરતા. જેથી કરીને જે તે શહેરમાં જાય તો હોટલમાં રહેવા માટે આધાર પુરાવા રજૂ કરી શકાય. આરોપી અકબર સૈફી સામે અલગ અલગ રાજ્યોમાં કુલ 26 જેટલા ગુના ચોરીના નોંધાઈ ચૂક્યા છે, જ્યારે તેના જ સંબંધી રમેશ રાજપુતના સામે 13 જેટલા ગુના થઈ ચૂક્યા છે. આ બંને આરોપીઓએ અમદાવાદમાં મણિનગર અને સેટેલાઈટ વિસ્તારમાં ચોરી કરી ચૂક્યા છે. સૌથી ચોકાવનારી બાબતો એ છે કે પકડાયેલ બંને આરોપીનો પરિવાર વર્ષોથી ચોરીની ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget