Ahmedabad News: આંગડીયા પેઢીના કર્મચારીને રોકી આંખમાં મરચાની ભૂકી નાંખી 65 લાખની લૂંટથી ચકચાર
લુંટારુઓ પાસે એરગન હોવાનું આંગડીયા પેઢીના કર્મચારીએ જણાવ્યું હતું. આર કાંતિલાલ આંગડીયા પેઢીના કર્મચારીઓ સાથે આ ઘટના બની હતી.
Latest Ahmedabad News: અમદાવાદ શહેરમાં આંગડીયા પેઢીના કર્મચારી સાથે લૂંટની ઘટના (Robbery incident with Angadia firm employee)બની છે. શહેરના એલિસબ્રીજ પોલીસ સ્ટેશનની (Elisbridge Police Station) હદ વિસ્તારમાં આ ઘટના બની હતી. રિક્ષામાં જતા આંગડિયા પેઢીના કર્મચારીને રોકી આંખમાં મરચાની ભૂકી નાંખી Put (chilli flakes in the eyes) 65 લાખની લૂંટ (Rs 65 lakh loot) ચલાવવામાં આવી હતી. લુંટારુઓ પાસે એરગન (airgun) હોવાનું આંગડીયા પેઢીના કર્મચારીએ જણાવ્યું હતું. આર કાંતિલાલ આંગડીયા પેઢીના ( r kantilal angadia) કર્મચારીઓ સાથે આ ઘટના બની હતી.
થોડા સમય પહેલા ગાંધીનગર CID ક્રાઈમે રાજ્યભરમાંથી 25 આંગડિયા પેઢી પર ઇન્કમટેક્સ વિભાગની ટીમોને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. મની લોન્ડરિંગ, હવાલાના પૈસા સહિતના શંકાસ્પદ નાણાંકીય વ્યવહારોને ધ્યાને લઈને કામગીરી કરવામાં આવી હતી. CID ક્રાઈમના 40 કર્મીઓ દરોડાની કામગીરીમાં જોડાયા હતા. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર સહિત અન્ય જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં અમદાવાદમાં રૂ.15 કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા હતા.
આઇડી ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓની અલગ અલગ ટીમ દ્વારા અમદાવાદ ઉપરાંત, રાજ્યના અન્ય શહેરોમાં આવેલી વિવિધ આંગડિયા પેઢી પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મોડી રાત સુધી ચાલેલી કામગીરી દરમિયાન રૂપિયા 15 કરોડથી વધારે રોકડ અને દોઢ કિલો ઉપરાંતનું સોનું મળી આવ્યું હતું. સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ આ સમગ્ર મામલે ઇન્કમ ટેક્ષ વિભાગને સાથે રાખીને કાર્યવાહી કરી હતી. સાથેસાથે આઇપીએલના સટ્ટાના કરોડો રૂપિયાના હવાલા થયાની મહત્વની કડી પણ સીઆઇડી ક્રાઇમને મળી હતી. જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. આ હવાલાની રકમનું દુબઇ કનેકશન પણ મળ્યું હોવાથી સીઆઇડી ક્રાઇમ દ્વારા ઇડીને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસે દરોડા દરમિયાન લેપટોપ, પેન ડ્રાઇવ અને આર્થિક વ્યવહારોની નોંધના કાગળોનો મોટો જથ્થો પણ જપ્ત કરાયો હતો.