(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad: જેનરિક દવાઓ ફરજીયાત લખવાના સરકારના નિયમનો વિરોધ, નવો નિયમ પરત ખેંચવા IMAની માંગ
Ahmedabad: IMAએ નવો નિયમ પરત ખેંચવા માટે માંગ કરવામાં આવી છે
Ahmedabad: તબીબોએ જેનરિક દવાઓ ફરજિયાત લખવાના સરકારના નિયમ સામે IMAએ વિરોધ નોંધાવ્યો હતો. નવો નિયમ પરત ખેંચવાની માંગ ઉચ્ચારવામાં આવી છે. જેનરિક દવાઓ ફરજીયાત લખવાને લઈ સરકારે કરેલ નવા નિયમનો વિરોધ શરૂ થયો છે. IMAએ નવો નિયમ પરત ખેંચવા માટે માંગ કરવામાં આવી છે. નેશનલ મેડિકલ કમિશને જાહેર કરાયેલા નવા નિયમો મુજબ તમામ ડોક્ટરોએ દર્દીઓને જેનરિક દવાઓ પ્રિસ્ક્રાઈબ કરવાની રહેશે. જો ડોક્ટરો જેનરિક દવાઓ નહીં લખી આપે તો તેમને દંડ કરવામાં આવશે. સાથે જ પ્રેક્ટિસનું લાયસન્સ પણ કેટલાક સમય માટે સસ્પેડ કરવામાં આવશે.
બીજી તરફ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ડાયાલિસિસના ભાવમાં ઘટાડાને લઈ સરકાર અને ગુજરાત નેફ્રોલોજિસ્ટ એસોસિએશનનો વિવાદ વધુ વકર્યો છે. PMJAY હેઠળ ડાયાલિસિસ નહીં કરવાનો નેફ્રોલોજીસ્ટ એસોસિયેશને નિર્ણય છે. મંત્રણા પાડી ભાગતા નેફ્રોલોજીસ્ટ એસોસિએશને આજથી 16 ઓગસ્ટ સુધી હડતાળ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. સાથે જ એસોસિએશનના હોદ્દેદારોનો આરોપ છે કે PMJAYના લાભાર્થીઓને સારવાર નહીં આપો તો હૉસ્પિટલનું જોડાણ રદ કરી દેવામાં આવશે અને સરકાર પાસેથી લેણા નીકળતા નાણા પણ અટકાવી દેવામાં આવશે તેવી ચીમકી મળી રહી છે. કોઈપણ દર્દીને તકલીફ ન પડે તેવુ સરકારે આયોજન કર્યું છે. IKDRCએ તમામ સેન્ટરોને સરકારે સૂચના આપી હતી. સરકારના તમામ સેન્ટરો પર ડાયાલિસિસ કરી આપવાની સૂચના આપવામાં આવી છે.
આયુષ્યમાન યોજના હેઠળ ડાયાલિસિસ માટે ખાનગી હૉસ્પિટલને બે હજાર ચૂકવાય છે. પરંતુ આ રકમ ઘટાડીને એક હજાર 1650 કરવામાં આવી છે. એટલે કે 17 ટકાનો ઘટાડો કરાયો છે. જેથી એસોસિએશને ત્રણ દિવસ ડાયાલિસિસ બંધ રાખવાની જાહેરાત કરાઇ છે.
અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત ખાનગી ડાયાલિસિસ સેન્ટર બંધ છે. અને ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને પણ નેફ્રોલોજીસ્ટને સમર્થન જાહેર કર્યું છે. હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિયેશને પણ નેફ્રોલોજીસ્ટને સમર્થન આપ્યું છે. નેફ્રોલોજીસ્ટ એસોસિયેશનના નિર્ણયને પગલે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું..આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને સ્વર્ણિમ સંકુલમાં બેઠક મળી હતી. જેમાં આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશ્નર ઉપસ્થિત રહ્યા હતા. તો આ તરફ આરોગ્ય વિભાગ અંતર્ગત 280 સેન્ટર પર વિનામૂલ્યે ડાયાલિસિસ કરી આપવામા આવશે અને બેઠક બાદ ડાયાલિસિસ એસોસિયેશનની હડતાળ અંગે નિર્ણય લેવાઈ શકે છે