શોધખોળ કરો

અમદાવાદમાં 1 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલો પોલીસ અધિકારી કોણ છે ? ક્રાઈમ બ્રાંચે ક્યાંથી ઝડપ્યો ?

પોલીસે વોચ ગોઠવીને સીટીએમ એક્સપ્રેસ હાઇવે ઉપરથી સફેદ કારમાંથી રૂપિયા એક કરોડનો 995 ગ્રામ એમડી (મેફેડ્રાન ) ડ્રગ્સના જથ્થા સાથે પહેલાં ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા.

અમદાવાદઃ બોલીવુડના ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મૃત્યુ કેસના કારણે ડ્રગ્સનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે મુંબઇમાંથી અમદાવાદમાં ડ્રગ્સ ઘૂસાડવાના નેટવર્કનો પર્દફાશ થયો છે. આઘાતજનક વાત એ છે કે, આ ડ્રગ્સ સાથે એક પોલીસ અધિકારી ઝડપાયો છે. મુંબઇની હોટલમાં એમ.ડી.ડ્રગ્સની ડીલ થઈ હતી અને એક કરોડના એમ.ડી.ડ્રગ્સનો જથ્થો અમદાવાદ પહોચડવાનો હતો. જો કે એ પહેલાં જ ક્રાઇમ બ્રાંચે દાણીલીમડા પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેકટર અને ચાર ડ્રગ્સ પેડલરને સીટીએમ એક્સપ્રેસ હાઇવેથી ઝડપી લીધા છે. ક્રાઈમ બ્રાંચે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે કામ કરતા ફિરોજખાન મહંમદખાન નાગોરી (ઉ.વ.50) ઉપરાંત જમાલપુર દરવાજા પાસે હજારીની પોળમાં તલક્કલ ફ્લેટમાં રહેતા મહંમદ આરીફ ઉર્ફે મુન્નો જમાલઉદ્દીન કાજી (ઉ.વ. 48) અને જમાલપુર ચાર રસ્તા પાસે બિસ્મીલ્લાનગરમાં રહેતા ઇમરાન ઉર્ફે ઇમ્મો ઇબ્રાહીમ પઢીયારને ઝડપી લીધા હતા. ક્રાઇમ બ્રાંચના એસીપી, બી. વી .ગોહિલના જણાવ્યા મુજબ ચોક્કસ બાતમી આધારે પોલીસે વોચ ગોઠવીને સીટીએમ એક્સપ્રેસ હાઇવે ઉપરથી સફેદ કારમાંથી રૂપિયા એક કરોડનો 995 ગ્રામ એમડી (મેફેડ્રાન ) ડ્રગ્સના જથ્થા સાથે પહેલાં ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસ તપાસ દરમિયાન ખમાસા ઢાલગરવાડ પાસે પિન્ક સીટી પેલેસમાં ચોથા માળે રહેતા સહેજાદહુસેન મજહરહુસેન તેજાબવાલા તથા ઇમરાન એહમદભાઇ અજમેરી (રહેઃ એસ.એમ. ફલેટ, ગ્રાઉન્ડ ફ્લોર મોચી પોળ કડિયાવાડ જમાલપુર)નાં નામબહાર આવતાં બંનેની ધરપકડ કરાઈ હતી. આ બંને મુંબઇથી એમ.ડી. ડ્રગ્સ ખરીદી લાવીને અમદાવાદ શહેરમાં અલગ અલગ વ્યક્તિઓને વેચાણ કરે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dahod News : દાહોદમાં ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ, જુઓ અહેવાલKhyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવનાર વધુ એક વ્યક્તિની તબિયત લથડીMehsana News : પુત્ર માની કરી નાંખ્યા અંતિમ સંસ્કાર, બેસણાના દિવસે જ દીકરો ઘરે આવતાં બધા ચોંક્યાStudent Winter Cloths : શિયાળામાં વિદ્યાર્થીઓના ગરમ કપડાને લઈ સ્કૂલોને શું અપાઈ ચેતવણી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

Embed widget