Ahmedabad Flower Show 2024: પીએમ મોદીએ અમદાવાદના ફ્લાવર શોના કર્યા વખાણ, ટ્વિટ કરી કહી આ વાત
Ahmedabad News: ફ્લાવર શોના આકર્ષણફ્લાવર શો દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ ચંદ્રયાન-3 વાઇબ્રન્ટ ગુજરાતની પ્રતિકૃતિ ઓલિમ્પિક સહિતની વિવિધ રમતોની થીમ છે.
Ahmedabad Flower Show 2024: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર હાલ ફ્લાવર શો ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના ફ્લાવર શોના વખાણ કર્યા છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું, આ ફ્લાવર શો અદભૂત છે. અહીં નવા ભારતની વિકાસ યાત્રા ઝાંખી આકર્ષિત કરે છે.
રોજના 40 થી 45 હજાર લોકો લે છે મુલાકાત
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 'વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024'નું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શોને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ફ્લાવર શોના એક અઠવાડિયામાં જ 3.11 લાખ જેટલા લોકોએ ટિકિટ લઈને મુલાકાત કરી છે. બાળકો સહિત 4 લાખથી વધુ લોકો સાત દિવસમાં ફ્લાવર શો નિહાળી ચૂક્યા છે. પ્રથમ સાત દિવસમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને 1.80 કરોડની આવક થઈ છે. સૌથી વધારે રવિવારે 31 ડિસેમ્બરના રોજ 1 લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી હતી. રોજના 45 હજારથી વધુ લોકો સાબરમતી રિવરફ્રન્ટના ફ્લાવર શોની મુલાકાત લઈ રહ્યા છે.
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક પ્રકારના ફૂલો સુશોભિત કરવામાં આવ્યા છે માત્ર અમદાવાદ જ નહીં પરંતુ આસપાસના મુલાકાતીઓ પણ આ સમયાગાળામાં અમદાવાદમાં હોય તો એક પ્રવાસન સ્થળ તરીકે ફ્લાવર શોની મુલાકાત લઇ રહ્યાં છે દિવસ દરમિયાન ફ્લાવર શોનો નજારો દર્શનિય તો હોય છે પરંતુ રાત્રીના સમયે ઝળહળતી રોશનીથી ફૂલો જાણે કે રાત્રે પણ ખીલી ઉઠ્યા હોય તેવો નજારો જોવા મળે છે દિવસની જેમ રાત્રે પણ મુલાકાતીઓનો ધસારો ફ્લાવર શોમાં જોવા મળે છે.
ફ્લાવર શોના મુખ્ય આકર્ષણો
ફ્લાવર શોના આકર્ષણફ્લાવર શો દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ ચંદ્રયાન-3 વાઇબ્રન્ટ ગુજરાતની પ્રતિકૃતિ ઓલિમ્પિક સહિતની વિવિધ રમતોની થીમ 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર લીલીયમ 15 લાખથી વધુ ફૂલછોડના રોપા 30થી વધુ એક્ઝોટીક બાળકો માટે કાર્ટૂન કેરેક્ટર્સ પતંગીયાની પ્રતિકૃતિ મહિલા સશક્તિકરણ થીમ સાત ઘોડાની પ્રતિકૃતિ સહિતના આકર્ષણો મુલાકાતીઓ નિહાળી શકે છે.
દેશ-વિદેશનાં રંગબેરંગી ફુલોની સજાવટ થકી આપણી પ્રાચીન વિરાસત સાથે અર્વાચીન વિકાસની મહેક ફેલાવતો ‘વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ-2024’.
— CMO Gujarat (@CMOGuj) January 5, 2024
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તા. 15 જાન્યુઆરી, 2024 સુધી ચાલનારા આ નયનરમ્ય ફ્લાવર શોની મુલાકાત લઈને ફૂલોની ફોરમ સાથે આકર્ષક પ્રતિકૃતિઓને જરૂર… pic.twitter.com/Nn3RmdRZdQ