Gujarat Fog : અમદાવાદમાં વહેલી સવારથી ધુમ્મસવાળું વાતાવરણ, વાહનચાલકોને પડી ભારે હાલાકી
આજે વહેલી સવારથી અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વાહનચાલકોને હાલાકી પડી હતી. ૫૦૦ મીટરના અંતરે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે.
અમદાવાદઃ આજે વહેલી સવારથી અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વાહનચાલકોને હાલાકી પડી હતી. ૫૦૦ મીટરના અંતરે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. વાહનચાલકો હેડ લાઇટ ચાલુ કરીને વાહન ચલાવી રહ્યા છે. પવનની દિશા બદલાતા અમદાવાદ શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ છે. આગામી બે દિવસ બાદ ફરી અમદાવાદમાં ઠંડીનો ચમકારો થયો છે. ઉત્તર ભારતમાં પડેલા હિમવર્ષાના કારણે આગામી દિવસમાં ઠંડી વર્તાશે.
બનાસકાંઠાના લાખણી પંથકમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ ધુમ્મસ ભર્યું વાતાવરણ છે. વાદળછાયું વાતાવરણને લઇ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. પાટણના રાધનપુર પંથકમાં વહેલી સવારથી ધૂમમ્સ ભર્યું વાતાવરણ સર્જાયું હુતં. ગ્રામણી પંથકમાં જોવા મળ્યું ધૂમમ્સ ભર્યું વાતાવરણ છે.
ધુમમ્સ વાળા વાતાવરણના કારણે વિજીબિલિટીમાં ઘટાડો થયો છે.
જામનગરમાં વહેલી સવારથી શહેર તેમજ હાઇવે પર ગાઢ ધુમ્મસ છે. આજે સતત બીજા દિવસે શહેર માં ગાઢ ધુમ્મસનો માહોલ છે. હાઇવે પર ઝાકળ છવાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. વધારે ઝાકળના કારણે વીઝીબીલીટી થઈ ઓછી. જામનગરમાં વહેલી સવારથી ઝાકલભર્યા વાતાવરણથી રસ્તાઓ ભીના થયા. વાહનો લાઈટ ચાલુ રાખી ને વાહનો ચલાવવાની ફરજ પડી હતી.