શોધખોળ કરો

Ahmedabad : હેડ કોન્સ્ટેબલે વોટ્સએપ પર ગુડ મોર્નિંગ માય ડિયર સાથે બાય બાયનું ઇમોજી મૂકી લમણે ગોળી મારી દીધી

ઉમેશ ભાટીયાએ જાતે લમણે ગોળી મારી દેતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું નિધન થયું છે.  ૨૦૦૯માં પોલીસમાં ભરતી થયા હતા. સવારે ઓફિસ આવી અંદરથી રૂમ બંધ કરી લમણે ગોળી મારી દીધી હતી.

અમદાવાદઃ પાલડી પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીએ લમણે ગોળી મારી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. હેડ કોન્સ્ટેબલ ઉમેશભાઈએ રિવોલ્વર વડે આપઘાત કર્યો છે. તેઓ રાઇટર હેડ એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવતા હતા. ઉમેશ ભાટિયાએ છેલ્લે 9 વાગ્યે વોટ્સઅપ સ્ટેટસ પણ અપડેટ કર્યું હતું. સ્ટેટસમાં ગુડ મોર્નિંગ અને સાથે બાય બાય કરતા ઈમોજીનો ઉપયોગ કર્યો હતો.

ઉમેશ ભાટીયાએ જાતે લમણે ગોળી મારી દેતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું નિધન થયું છે.  ૨૦૦૯માં પોલીસમાં ભરતી થયા હતા. ૫ વર્ષથી પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. સવારે ઓફિસ આવી અંદરથી રૂમ બંધ કરી લમણે ગોળી મારી દીધી હતી. એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવતા હોવાથી પોલીસ સ્ટેશનના હથિયાર તેમની પાસે રહેતા હતા. 

ઉમેશ ભાટીયાને પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે. જ્યારે તેઓ પરિવાર સાથે સરખેજ ગામમાં વસવાટ કરે છે. મૃતક પરિવારજનોએ પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા છે. આપઘાત નહિ પરંતુ આ હત્યા છે, તેવો આક્ષેપ મૃતક પોલીસકર્મીના પિતાએ કર્યો છે. આપઘાત કર્યો હોય તો ગોળી આડી વાગે પરંતુ આ ગોળી સીધી ગઈ છે. મૃતક પોલીસકર્મીના પિતાની માંગણી કે 302 હેઠળ તેમની ફરિયાદ લેવામાં આવે.

Rajkot : પિતાએ માર મારતાં 8 વર્ષીય પુત્રનું મોત થતાં અરેરાટી, જાણો વિગત
 
રાજકોટઃ શહેરના રાજકોટ-કાલાવડ રોડ પર આવેલી  નંદનવન સોસયટીમાં 8 વર્ષના પિતાએ પુત્રને માર મારતા મોત થયું છે. નંદનવન સોસાયટીમાં પિતા ચોકીદારી કરે છે. બાળક તોફાન કરતા પિતાએ ફટકાર્યા બાદમાં પિતા મારવા દોડતા પડી ગયો અને રાત્રે દુખાવો ઉપાડતા હોસ્પિટલ લઇ ગયા જ્યાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસે બાળકના પિતાની પુછપરછ શરૂ કરી અને બાળકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. 
 
Dwarka : યુવકે પત્નીની છરીના ઘા મારીને હત્યા કરી નાંખતા ચકચાર, શું છે કારણ?
 
દ્વારકાઃ દ્વારકામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગઈ છે. ઓખા મંડળના મીઠાપુર ખાતે રહેતા નીતાબેન પ્રવીણભાઈ કંકોડિયા નામના 34 વર્ષના પરિણિત યુવતીને છરીના ઘા ઝીંકી પતિએ હત્યા કરી નાંખી છે.  અગમ્ય કારણોસર હત્યા નિપજાવવા અંગે મીઠાપુર પોલીસમાં ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ પછી પત્નીની હત્યાનું કારણ જાણવા મળી શકે છે. 
 
Tharad : મોડી રાત્રે માતા-પુત્રની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા, પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કરી દીધો ઇનકાર
 
બનાસકાંઠાઃ થરાદના મેઢાળા ગામમાં 35 વર્ષીય પરિણીતા અને તેના 13 વર્ષીય દીકરાની હત્યાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ખેતરમાં રહેતા માતા-પુત્રની તીક્ષ્ણ હથિયારના ઘા મારી ઘાતકી હત્યા કરવામાં આવી છે. માતા-પુત્રની કરપીણ હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા છે. ત્યારે મૃતક યુવતીના પિયરપક્ષે જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. 
 
થરાદ પોલીસે ડોગ સ્ક્વોડ,એફએસએલ સાથે તપાસ શરૂ કરી છે. મૃતકની બન્ને લાશને પી એમ અર્થે થરાદ રેફરલ લાવવમાં આવી  છે. 13 વર્ષીય પુત્ર અને માતાની હત્યા થતા ગામલોકોમાં પણ ઉગ્ર રોષ છે. હત્યા કોણે કરી અને હત્યારા કોણ હતા એ બાબતે પોલીસની સધન તપાસ ચાલુ છે. હત્યારા ન પકડાય તો લાશ ન સ્વીકારવાનો પરિવારે નિર્ણય લીધો છે. 
 
માતા-પુત્રની હત્યાનું કારણ અકબંધ છે. સીતાબેન પટેલ (ઉં.વ.35) અને પરેશ પટેલ (ઉં.વ.13)ની અજાણ્યા શખ્સોએ હથિયારના ઘા મારીને હત્યા કરી નાંખી છે. મૃતક યુવતીને બે દીકરા છે, જેમાંથી નાનો દીકરો તેના મામા સાથે રહે છે. 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
RBI ગવર્નરે બેન્કોને કહ્યું-  બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
RBI ગવર્નરે બેન્કોને કહ્યું- બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
Embed widget