Ahmedabad: પત્નિના આડાસંબંધની પતિને પડી ગઈ ખબર, પછી કર્યુ એવું કે......
Ahmedabad Crime News: મૃતકને સરપ્રાઈ ગિફટ આપવાનું કહી આંખે પાટા બાંધી કર્યા તીક્ષ્ણ હથિયારના ઘા કરી મોતને ઘાટ ઉતારાયો હતો. હત્યા કરી યુવકના ટુકડા કેનાલમાં ફેંક્યા હતા.
Ahmedabad News: અમદાવાદના બાપુનગરમાંથી ગુમ થયેલા યુવકના કેસમાં મોટો ખુલાસો થયો છે. ગુમ થયેલા યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૃતકના મિત્ર સાથે પત્નીને આડ સબંધ હતા. જેમાં તેની હત્યા કરવામાં આવી હતી. મૃતકને સરપ્રાઈ ગિફટ આપવાનું કહી આંખે પાટા બાંધી કર્યા તીક્ષ્ણ હથિયારના ઘા કરી મોતને ઘાટ ઉતારાયો હતો. હત્યા કરી યુવકના ટુકડા કેનાલમાં ફેંક્યા હતા.
વેજલપુરમાં પરિણીતાએ સસરા સામે છેડતીની ફરિયાદ નોંધાવી
વેજલપુર પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ પતિ, સસરા સહિતના સાસરિયાં વિરૂધ્ધ શારિરીક માનસીક ત્રાસ અને છેડતી સહીતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પુત્રીને જન્મ આપતા પતિએ ડીએનએ ટેસ્ટ કરાવવાની વાત કરી જણાવ્યું કે, આ મારી છોકરી નથી. ઘર પાસે દૂકાન ધરાવતા સસરા પણ અવારનવાર ઘરે આવી મહિલા સાથે છેડછાડ કરતા હતા. 28 વર્ષીય યુવતીએ ન્યુ રાણીપમાં રહેતાં સાસરિયાં વિરૂધ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ દિલ્હી ખાતે રહેતી યુવતીના લગ્ન વેજલપુરમાં રહેતાં યુવક સાથે 2021માં લગ્ન થયા હતા. લગ્ન બાદ સાસરીમાં આવેલી યુવતીએ પોતાના મોબાઈલ ફોનમાં દિલ્હીનું સ્ટેટસ મુકતા સાસરિયાં ઉશ્કેરાયા હતા. યુવતીએ તેના ભાઈના જન્મદિવસનું સ્ટેટસ મુકતા સાસરિયાંએ તકરાર કરી મારઝૂડ કરી હતી. સસરા પણ અવારનવાર ઘરે આવી એકલતાનો લાભ યુવતીને શારિરીક અડપલા કરતા હતા. સસરાએ એક દિવસ બપોરે ઘરે આવી યુવતીને બાથમાં લઈ શારિરીક અડપલા કરતા પતિ અને સાસુને ફરિયાદ કરી હતી. સસરાને કઈ કહેવાની જગ્યાએ સાસુ અને પતિએ પરિણીતાને મારમારી હતી. નણંદો પણ સાસરિયાંનો પક્ષ લઈ પરિણીતાને પરેશાન કરતી હતી. યુવતીએ બાળકીને જન્મ આપતા પતિ બોલ્યો 'ડીએનએ ટેસ્ટ કરાવવા પડશે, આ છોકરી મારી નથી'આમ, પત્ની પર પતિએ શંકા કરી એલફેલ બોલી તકરાર કરી હતી.પત્નીને પિયરમાં લેવા ગયેલો પતિ બાળકીને લઈને ટ્રેન ચાલુ થતા નીકળી ગયો હતો. મહિલાના આક્ષેપો અંગે વેજલપુર પોલીસે સાસરિયાં વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.
ગુજરાત રાજ્યના 18માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે 12મી ડિસેમ્બર 2022ના રોજ શપથ લીધા હતા. ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની સીએમ તરીકે આ સતત બીજી ટર્મ છે. રાજ્યમાં ગત ડિસેમ્બરે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતી મેળવીને રેકોર્ડ 156 બેઠક જીતીને ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે આજે ભુપેન્દ્ર પટેલ સરકારના 100 દિવસ પૂર્ણ થયા છે. આજે ગાંધીનગર ખાતે ભુપેન્દ્ર પટેલની સરકારના 100ની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની નવી સરકારના 100 દિવસ પૂર્ણ થતા તેની ઉજવણી કરવામાં આવશે. આજે સાંજે 4 વાગ્યે નર્મદા હોલ- સ્વર્ણિમ સંકુલ ખાતે સાથ સહકાર અને સેવાના 100 દિવસની ઉજવાશે. સીએમ ભુપેન્દ્ર આજે આ અંગે સંબોધન કરી શકે છે.