શોધખોળ કરો

અમદાવાદઃ ધનિક મહિલાઓ સાથે શારીરીક સંબંધો બાંધવાના નામે યુવકે બનાવ્યાં પેકેજ, 5 યુવતીઓને લીધી સાથે ને…..

હાટકેશ્વર સ્થિત સોનલ કોમ્પલેક્સમાં રાઇટ વિઝન સન્સ એન્ડ સર્વિસ નામની દુકાનમાં કોલ સેન્ટર ચાલતું હતું. જેનો માલિક હાઈ-પ્રોફાઈલ મહિલાઓ સાથે મજા કરવાની લાલચ આપીને લોકો પાસેથી રૂપિયા પડાવતો હોવાની બાતમી સાઇબર ક્રાઇમને મળી હતી.

અમદાવાદઃ શહેરના હાટકેશ્વર વિસ્તારમાંથી ફ્રેન્ડશિપ ક્લબના નામે હાઈપ્રોફાઇલ મહિલાઓ શારીરિક સંબંધ બાંધવાની લાલચ આપી મેમ્બર બનાવવાના નામે પૈસા ખંખેરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. કોલ સેન્ટર પર રેડ કરીને કોલ સેન્ટરના માલિક તેમજ પૈસા ખંખેરતી પાંચ યુવતીઓ અને બે યુવકોની સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે. કોલ સેન્ટરથી ફોન કરીને હાઈ-પ્રોફાઇલ મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મેમ્બરશીપ ઓફર કરાતી હતી અને જેના પેટે રૂપિયા 800થી બે હજાર સુધીની રકમ પડાવાતી હતી. આ અંગેની વિગતો એવી છે કે, હાટકેશ્વર સ્થિત સોનલ કોમ્પલેક્સમાં રાઇટ વિઝન સન્સ એન્ડ સર્વિસ નામની દુકાનમાં કોલ સેન્ટર ચાલતું હતું. જેનો માલિક હાઈ-પ્રોફાઈલ મહિલાઓ સાથે મજા કરવાની લાલચ આપીને લોકો પાસેથી રૂપિયા પડાવતો હોવાની બાતમી સાઇબર ક્રાઇમને મળી હતી. ગઈ કાલે સાઈબર ક્રાઈમે દરોડો પાડી દુકાનમાંથી નિરવ શાહ (રહે.શાંતિ ટાવર, આંબાવાડી)ને પકડયો હતો. નિરવ લોકોને લાલચ આપીને મેમ્બર બનાવતો અને આગળની સ્કીમ હિમાંશુ કાંતિલાલ પરમાર (રહે. ગુજરાત હા.બોર્ડ, મેઘાણીનગર પોલીસ સ્ટેશન પાછળ) સંભાળતો હતો. પોલીસે કોલિંગ કરતી મયૂરિકા મહેન્દ્ર મકવાણા (રહે.હાથીજણ), જીનલ વસંત મકવાણા (રહે.હાટકેશ્વર), તેજલ ગોવિંદ ચાવડા (રહે.હાટકેશ્વર), હિના જગદીશ આયર (રહે.વટવા) અને જયશ્રી ચીમન મકવાણા (રહે.ઓઢવ)ને પકડી પાડયા હતા. આ અંગે આરોપીઓ સામે સાઇબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ દુકાનનો માલિક નીરવ પંકજ શાહ કોલ સેન્ટર ચલાવતો હતો અને તેમાં માણસો રાખી સામાન્ય લોકોને કોલ કરાતા હતા. જે ગ્રાહક યુવતીઓની વાતોમાં ફસાય અને સંબંધ બાંધવામાં રસ બતાવે તો તેને બે પેકેજની ઓફર થતી હતી. હાઈપ્રોફાઇલ મહિલાઓ સાથે છ મહિના સુધી શરીર સંબંધના પેકેજની મેમ્બરશીપ રૂ.૮૦૦ હતી. લાઈફ ટાઈમ મેમ્બરશીપની ફી રૂ.૧,૦૦૦ હતી. ઉપરાંત એન્જોયમેન્ટ પ્લસ ઈન્કમના પેકેજની એક મહિનાની મેમ્બરશીપની ફી રૂ.૧,૦૦૦, ત્રણ માસની ફી રૂ.૧,૨૦૦, છ માસ માટે રૂ.૧,૫૦૦ અને લાઈફટાઈમ માટેની ફી રૂ.૨,૦૦૦ રાખી હતી. ગ્રાહક ફી ભરે પછી તેના પર મહિલાના ફોન આવતા હતી અને આ મહિલાઓ પુરુષોને લલચામણી વાતો કરી હતી અને પછી ફસાયેલા લોકો પાસેથી વધુ પૈસા પડાવાતા હતા. Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે કોરોનાના 954 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 12,451 પર પહોંચી   વિરમગામઃ FB ફ્રેન્ડ યુવતી સાથે બિઝનેસમેન પોતાના ઘરમાં શરીર સુખ માણી રહ્યો હતો ને દરવાજો ખખડ્યો.... દિવાળી પર કાર ખરીદવા માંગો છો, 10 લાખ રૂપિયાની અંદર આ છે બેસ્ટ ઓપ્શન
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget