(Source: ECI/ABP News/ABP Majha)
નવરાત્રિમાં હાર્ટ અટેકના કેસ ટાળવા AMAએ ખેલૈયાઓ માટે જાહેર કરી ગાઈડલાઈન, જાણો ગરબે ઘૂમતા શું રાખવું ધ્યાન
રાજ્યમાં યુવાવસ્થામાં હાર્ટ અટેકના કેસ અને તેનાથી થતાં મોતની સંખ્યા વધતાં અમદાવાદ મેડિકલ એસોશિએશને ગાઇડલાઇન જાહેરકરી છે.
અમદાવાદ: રાજ્યમાં સતત હાર્ટ અટેકના કેસ વધી રહ્યાં છે. ક્રિકેટ રમતા-રમતા કે જિમમાં ટ્રેક મિલ પર દોડતા કે પછી ગરબાની પ્રેકટિસ કરતા હાર્ટ અટેકથી મોતના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. જેને ગંભીરતાથી લેતા અમદાવાદ મેડિકલ એસોશિએશને ખેલૈયાઓ માટે એક ગાઇડલાઇન જાહેર કરી છે.
અમદાવાદ મેડિકલક એસોશિએશનની ગાઇડલાઇન મુજબ હૃદયની સમસ્યા ધરાવતા લોકોએ ગરબા રમવાનું ટાળવું જોઇએ. ઉપરાંત બ્લડ પ્રેશર, ડાયાબીટીસના દર્દીઓ ગરબા રમવાનું ટાળવું જોઇએ. ગરબા સમયે ચક્કર આવે તો રમવાનું બંધ કરવુ જોઇએ. ગરબા સમયે ગભરામણ થાય તો પણ રમવાનું બંધ કરી બેસી જવું. ગરબા સમયે માથાનો દુઃખાવો થાય તો પણ ગરબા રમવાનું બંધ કરી દેવું.
અમદાવાદ મેડિકલ એસોશિએશને ગરબા આયોજકોએ તબીબની ટીમને પણ હાજર રાખવા માટે અનુરોધ કર્યો છે. તેમજ ગરબા આયોજકોને નજીકની હોસ્પિટલો સાથે સંપર્ક જાળવવા સલાહ આપવામાં આવી છે. તમામ સ્ટાફને CPRની તાલીમ આપી રાખવી પણ આવશ્યક છે. ઉપરાંત ગરબા રમતી વખતે હાઇડ્રેઇટ રહેવું જરૂરી છે. જેથી ગરબાના સ્થળે પાણીની વ્યવસ્થા રાખવા પણ અમદાવાદ મેડિકલ એસોશિએશન દ્રારા સૂચન કરવામાં આવ્યું છે, નવરાત્રી સમયે ટ્રાફિક વધુ હોવાથી એમ્બ્યુલન્સનની અવરજવર માટે અલગથી યોગ્ય જગ્યા ફાળવવાનું પણ એક સૂચન અમદાવાદ મેડિકલ એસોશિએશન દ્રારા કરવામાં આવ્યું છે. ગરબાના આયોજન સ્થળે ઈમરજન્સી કોન્ટેક્ટ નંબર વાંચી શકાય તેવા મોટા અક્ષરે લખવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો
2000 Rupee Note: બેંકોમાં રૂ. 2000ની નોટ બદલાવાનો આજે અંતિમ દિવસ, જાણો કેટલા ટકા નોટો પરત આવી
Dahod: પોલીસે 90 લાખની ખંડણી માંગનારા ત્રણને ઝડપ્યા, મહિલાને ન્યૂડ વીડિયો વાયરલ કરવાની આપતા હતા ધમકી